સંયુક્ત ભારતીય ખેલ સંઘ દ્વારા નેપાલ ખાતે યોજાયેલી આઠમી ઇન્ટરનેશનલ ગેમ્સ 2023
100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 3000 મીટર માં સિલ્વર મેડલ મેળવનાર ગીતાંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓનું પાદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
પાદરા નું ગૌરવ એવા બે ખેલાડીઓ એ સંયુક્ત ભારતીય ખેલ સંઘ દ્વારા આયોજિત ૮મી ઇન્ટર નેશનલ ગેમ્સ ૨૦૨૩ પોખરા નેપાલ ખાતે યોજાઇ હતી જેમાં ગીતાંજલી વિદ્યાલયમાં અભ્યાસ કરતા અંકિત રાજેન્દ્રભાઈ પરમાર ૧૦૦મીટર દોડ માં ગોલ્ડ મેડલ તથા વકાર જાવેદશા દિવાન ૩૦૦૦મીટર માં સિલ્વર મેડલ જીતી સૌ દેશવાશીઓ ને ગૌરવ અપાવ્યું છે સાથે પાદરા નું નામ રોશન કર્યું છે વિજય પ્રાપ્ત કરી આજ રોજ સવારે ૧૧ કલાકે બન્ને ખેલાડીઓ પાદરા પહોંચતા જકાત નાકા પાસે તેમનુ ભવ્ય સ્વાગત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બંને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરેશગાંધી સહીત તમામ કોર્પોરેટરો નગરજનો તથા હોદેદારો હાજર રહ્યા હતા સ્વાગત વિધિ બાદ તમામ ખેલાડીઓને સાથે રાખી ગીતાંજલિ સ્કૂલ સુધી રેલી પણ યોજવામાં આવી હતી જ્યાં સ્કૂલ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું