પાદરા તાલુકાના ચાણસદ ખાતે Baps સ્વામી નારાયણ સંસ્થા દ્વારા પૂ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મશતાબ્દી મહોત્સવ ને ઉપલક્ષમાં લઇને સંત સંમેલન નું આયોજન કરવામા આવ્યું હતું
આ સંત સંમેલનમાં હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાય નાં પૂ સંતો તથા પંથોના પ્રતિનિધિઓ શીખ પંથના , પારસી ધર્મના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા
હજારો વર્ષ થી ભારતિય પરંપરા રહી છે આપણો દેશ ઋષિ પ્રધાન અને કૃષિ પ્રધાન છે કૃષિ ઉત્પાદન દવારા દેહનું પોષણ થાય છે ઋષિ મુનિઓ સંતો દવારા આત્માનું પોષણ થાય છે ૪સપ્ટેમ્બરના ને રવિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ પૂ
મહંત સ્વામી મહારાજ ની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ઍક વિશાળ સંત સંમેલન યોજાયું હતું જેમા વડોદરા સહેર 6જીલ્લાના 100 થી વધુ સંતો મહંત આચાર્યો ધાર્મિક સંસ્થાન પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાંભાગ્ય બડે જહા સંત પ્રગટે તે ન્યાયે સો વર્શ પહેલા પૂ પ્રમુખ સ્વામી નું પ્રાગટ્ય થયું હતું ત્યાં આજે સંત સંમેલન યોજાયું અને 100 થી વધુ સંતો હાજર રહ્યાં વૃક્ષ, વાદળ, અને સરિતાની માફક સંતો પણ પરહિત કાજે અને પરોપકાર અર્થે વિચરતા હોયછે પૂ પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં ભારતિય સંસ્કૃતિ અર્થે કરેલ પરિશ્રમ અને સમાજને તેમના દવારા પ્રદાન કરેલ 1100 સંતો આજે પણ6 સંસ્કૃતિના7 સંવર્ધન માં કાર્યરત છે
આજના સંત સંમેલન માં બી એ પી એસ સંસ્થા વતી ડો જ્ઞાન વત્સલ સ્વામી યે સંત મહિમાને વર્ણવતા પ્રવચન બાદ વિવિધ સંપ્રદાયોના પૂજ્ય સંતોએ પૂ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી આપી હતી અને સંત સમાજની એકતાની આવશ્યકતા વર્ણવી હતી અંતમાં પૂ રાજેશ્વર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું
આ પ્રસંગે મોટી સંખ્યામાં સત્સંગીઓ હાજર રહ્યાં હતાં સુંદર વ્યવસ્થાઓ કરવામા આવી હતીઃ
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()