વડોદરા જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાદરા તાલુકાના ઠિકરિયા મઠ ના શિક્ષિકાશ્રીમતી સ્મિતા બેન રાણા ની પસંદગી કરાઈ
==========
પોતાની ફલશ્રુતી પોતાના સિવાય તમામને અર્પણ કરી
===============
વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ. વડોદરા ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના
મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ ના હસ્તે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો.જેમાંઆ પારિતોષિક વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના છેવાડાના અને અંતરિયાળ , ભૌતિક સુવિધાઓ અભાવ વચ્ચે બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ ની ચિંતાઓ કરી પરિણામ આપી
પરિણામ મેળવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે અશોકભાઈ પટેલ, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, વડોદરા, શ્રીમતી રંજનબેન ભટ્ટ, સાંસદ , વડોદરા લોકસભા, કેયુરભાઈ રોકડિયા, માનનીય મેયર શ્રી, વડોદરા તેમજ અતિથી વિશેષ તરીકે શ્રીમતી સીમાબેન મોહિલે, માનનીય ધારાસભ્ય અકોટા, અશ્વિનભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન, ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી તથા શ્રી એ. બી. ગોર, કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી,વડોદરા, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી અને પ્રચાર્ય ડી. બી. બાવીસ્કર ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સ્મિતા બેને જણાવ્યું હતુંકે મારી સફળતાનો શ્રેય મારા માતાપિતા, ગુરુજીઓ,મારા સ્નેહીજનો,મને માર્ગદર્શન આપનાર ગુરુજીઓ, Diet વડોદરા,પસંદગી સમિતિ, જિલ્લા શિક્ષણ સમિતી, Deo ઓફીસ,Tpeo મારા સંગઠન, મારા પરિવાર, સરપંચ શ્રી, દાતાશ્રી, સમસ્ત ગ્રામજનો, શાળા પરિવાર અને વ્હાલા બાલપુષ્પોને જાય છે આમ અભાવો વચ્ચે પણ વ્યક્તિ સુંદર કામગીરી નો સંકલ્પ લે તો શ્રેષ્ઠ પરિણામ સામેથી મળે છે તેનું આ ઉદાહરણ છે સ્મિતા બેન
Check Also
પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ
ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …