પાદરા ,ગોપાલ ચાવડા
પાદરામાં મંગળવારે અંગારીકા ચોથ હોય ઝંડા બજાર માં આવેલ રિદ્ધિ સિદ્ધિ જમણી સૂંઢ નાં ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરે વહેલી સવાર થીજ ભક્તો ગણપતિ દાદાની દર્શન માટે ઉમટ્યા હતા અને બપોરે ગણેશ હોમાત્મક યાગ યોજાયો હતો જેમા શ્રી રંગ પાવડિયો મંદિર નાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી રાજુ જોશી, ભરત જોષી, નારાયણ ભાઇ ભટ્ટ, નરેન્દ્ર વૈદ્ય, મુન્ના મહારાજ સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણો, અને દર્શનાર્થીને ભગવાન ગણપતિનાં દર્શન માટે ઉમટ્યા હતા