ગોપાલ ચાવડા
પાદરા તાલુકાના મુજપૂર્ નાં આથમનાંપરા પાશેથી પસાર થતાં મહીસાગર નદીને 391મીટરની ચુંદડી ઓઢાડવાઆવીહતી_______________________________
રાજકીય અને સામાજિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી ને પૂજામાં ભાગ લીધો હતો
_________________________________________
પાદરા તાલુકામાં થી મહીસાગર માતા નદી સ્વરૂપે પસાર થાય છે તેવી શ્રદ્ધા સેકડો વર્ષો થી ચાલી આવે છે તેના આધારે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને તેનું નિયમિત પાલન થાય છે નવરાત્રિના દિવસો ચાલી રહયા છે ત્યારે મુજપુર્ આથમનાં પૂરા મહિસાગર માતાએ ચુંદડી મનોરથ નાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ જેમા ધારાસભ્ય જસપાલ સિહ પઢિયાર, વડુ
- જિલ્લા પંચાયત નાં સદસ્ય અર્જુન સિહ ડબકા નાં સરપંચ મહેશ જાદવ, વિશ્રામપુરાના સરપંચ સુરેશ ભાઈ, તાલુકાના પંચાયત ના માજી પ્રમૂખ ગીરવત સિહ રાજ, સહિત આસપાસ ના ગામોનાં આગેવાનો પરીવાર સાથે આ પ્રસગે જોડાયા હતાં જેમાં પ્રારંભ માં મહિસાગર માતાજીની વિધિવત પૂજા કરી હતી અને ત્યાર બાદ નદીના બંને પટ વચ્ચે 391 મીટર ની ચુંદડી ઓઢાડવા માં આવી હતી ત્યારે સમગ્ર વાતાવરણ મહિસાગર માતાના જયકર થી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ દિવ્ય થઈ ગયું હતુ