પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ મયુર દવજસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી
=======
તમામ એજન્ડા ઉપર અને ચેર ઉપર ના કામો સર્વાનુમતે મંજૂર
===========
વોર્ડ 3ના આર એસ પી ના ચૂંટાયેલા મહિલા સભ્ય યે જણાવ્યું કે સફાઈ ના મુદ્દે અધિકારીઓ કર્મચારીઓ અમારું સાંભળતા નથી ,સભા માં
રોષ ઠાલવ્યો
===========.
પાલિકા પ્રવકતા ચૈતન્ય ઝાલા એ જણાવ્યું કે જે કંઈ ફરિયાદ હશે તેનું નિરાકરણ કરવામાં આવશે
=========
પાદરા નગર પાલિકાની સામાન્ય સભા શુક્રવારે પાલિકાના સભા હોલમાં મળી હતી જેમાં તમામ એજન્ડા ઉપરના અને ચેર ઉપર ના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ 3ના આર એસપી ના સભ્ય યે રોષ સાથે જણાવ્યું હતુકે પાલિકાના સફાઈ અધિકારીઓ અને કર્મચારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી
તેથી પ્રજાને હાલાકી પડે છે
વિવો
પાદરા નગર પાલિકાની સામાન્ય સભા શુક્રવારે પાલિકાના સભા ગૃહ માં પ્રમુખ મયુર દવજ સિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તમામ કામો જે એજન્ડાના 25 કામો જે હતા પાદરા નગર ના વિવિધ વિસ્તાર માં પેવર બ્લોક, સી સી રસ્તા ના ટેન્ડર મંજૂર કરવા, ચોમાસામાં રસ્તા ને નુકસાન થયેલ છે તેને રીપેરીંગ કરવા, ની મંજુરી આપવામાં આવી.
આ સહિત ચેર ઉપરના કામો ને મંજૂરી આપવામાં આવી હતી
આ મીટિંગ માં વોર્ડ 3ના આર એસ પી ના મહિલા સદસ્ય ઇલા બેન પટેલ એ દુઃખ સાથે જણાવ્યું હતુકે અમારા વોર્ડ માં ગંદકીનાં અને સફાઈ ના મામલે અનેક રજૂઆત કરવામાં આવી પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ અમારું સાંભળતા નથી તેવો આક્રોશ ઠાલવ્યો હતો જેમાં પાલિકા પ્રવકતા ચૈતન્ય ઝાલાએ જણાવ્યું હતુંકે વોર્ડ 3ની જે કાઈ સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવશે