પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઈ નગરપાલિકા ની જિલ્લા આયોજન 15 % વિવેકાધીન યોજના અંતર્ગત 24 લાખ ના વિવિધ વિકાસ ના કામો નું ધારાસભ્ય શૈલેષ મહેતા ના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું.
આજરોજ દર્ભાવતી ડભોઇ નગર ખાતે કુલ રૂ. ૨૪ લાખના ખર્ચે નવ નિર્માણ થનાર શીતળાઇ સ્મશાને બોર વેલ, કાંસકીવાડ માં હેડપંપ, વેગાવાડી માં બોર, મોડલ ફાર્મ પાસે હેડપંપ, રામટેકરી વિસ્તારમાં બોર, વેગાવાડી માં કોઝવે થી સ્મશાન સુધી રોડ, શામળાજી શેરી થી જૈન વાગા સુધી પેવરબ્લોક, રાણીવાડી જીનમાં ડ્રેનેજ જેવા વિવિધ વિકાસના કામો નું ખાતમુહુર્ત ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમય થી સ્થાનિકો ની માંગ તેમજ તેઓની સુવિધા ને ધ્યાન માં રાખતા નગરપાલિકા દ્વારા વિવિધ કામો મંજુર કરવામાં આવ્યા હતા.આ કામો થવાથી નગરના નાગરિકોની સુવિધામાં વધારો થશે.સ્થાનિકો ના પડતર પ્રશ્નો ની માંગણી ને ધ્યાન માં રાખી કામો નું ખાતમુહુર્ત કરતા સ્થાનિકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, ચીફ ઓફિસર જયકીશન તડવી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ વકીલ,કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ,સહિત નગર પાલિકા ના સભ્યો, ડભોઈ ભાજપા પ્રમુખ ડો સંદીપ શાહ,મહામંત્રી અમિત સોલંકી સહિત ના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.