ગોપાલ ચાવડા,પાદરા
પાદરામાં ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
_____________
મોટીસંખ્યામાં લોકો ગૌરવ યાત્રામાં ઉમટ્યાં
______________
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે ભાજપ દ્વાર ચૂંટણીના પ્રચાર નાં મંડાણ થઈ ગયા છે જેના પાદરામાં શનિવારે ગૌરવ યાત્રા રાત્રે ૮કલાકે પીપી શ્રોફ હાઇસ્કૂલ માં પ્રવેશી હતી ત્યારે ભવ્ય સ્વાગત માટે મોટી સંખ્યામા તાલુકામાંથી લોકો ઉમટી પડ્યા હતા
આ કાર્યક્રમમાં પ્રદેશ મહા મંત્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ, પ્રદેશ અગ્રગણ્ય અમિત ભાઈ ઠાકર, પ્રદેશ મંત્રી અને વડોદરા જીલ્લા પ્રભારી જહાનનવી બેન વ્યાસ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા,જીલ્લા પ્રમૂખ અશ્વિન ભાઈ પટેલ પરાક્રમ સિંહ જાડેજા , સૈલેશ સોટા ડભોઇ ધારાસભ્ય, મેહુલ ઝવેરી પાદરાના ઇન્ચાર્જ, બરોડા ડેરીના ચેરમેન દીનુમામાં, માજી જીલ્લા મહા મંત્રી કમલેશ ભાઈ પરમાર,
સહિત મોટી સંખ્યામા નેતાઓ 5હાજર રહયા હતા
જેમા અમિત ઠાકરે પોતાની જોશીલી ભાષામાં લોકોને નરેદ્ર મોદીની સરકાર ની ઉપલબ્ધિઓ જણાવી હતી
ગીતાબેન રાઠવા દ્વારા
કોંગ્રેસ અને ભાજપ ની સરકાર વચ્ચે શું ફેર છે તે જણાવ્યું હતુ જ્યારે પ્રદેશ મહા મંત્રી ભાર્ગવ ભટ્ટે દેશ નાં ત્રિરંગાને શું વિશ્વ માં શાન છે તે યુક્રેન માં ભારત ના ફસાયેલા વિદ્યાર્થીઓને નરેદ્ર મોદીની સરકારે કેવી રીતે બહાર કાઢી લાવ્યા તે વર્ણવ્યું હતુ
અને ત્રિરંગાને કિંમત પાકિસ્તાનીઓને ખબર પડી ગઈ હતી તે જણાવ્યું હતુ
દીનુમામા યે પાદરાની પ્રજા યે પાંચ વર્ષ કેવી રીતે કાઢ્યા તે જણાવ્યું હતુ
કાર્યક્રમમાં કન્યાઓએ સુન્દર સ્વાગત ગીત ગાયું હતુ અને ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો