પાદરા માં હિંદુ બંગાળી સમાજ દવારા કાલીપૂજા ઉત્સવ યોજાયો
,_____________
પાદરા માં 22 વર્ષ થી સ્વામિ વિવેકાનંદ સ્મૃતિ સંઘ નાં નામ થી કાર્યક્રમનુ આયોજન
_______________
ચોકસી મહાજન મંડલ નાં અગ્રગણ્ય અને સામાજિક આગેવાનો હાજર રહયા
________________
પાદરામાં બંગાળી હિંદુ સમાજ દ્વાર ૨૨વર્ષ થી પરંપરાગત રીતે માં કાલી પુજા શ્રધ્ધા ભક્તિ સાથે ઉજવવામાં આવે છે જેમાં બંગાળી સમાજ સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામા જોડાયા હતાં
બંગાળ માં સદીઓ થી હિન્દુ સમાજમાં માં કાલી ની ભક્તિ નો મહિમા વ્યાપેલો છે કે દિવાળીના મુખ્ય ત્રણ દિવસ પુજા યોજાય છે કાલી ચૌદસ થી પ્રારંભ થઈને ભાઈબીજ નાં દિવસે પૂર્ણાહુતિ થાય છે જેમા પાદરા માં 22વર્ષો થી આ ભક્તિ ઉત્સવ યોજાય છે પ્રારંભ માં જનક ચોક થી પ્રારંભ થઈને હાલમાં મનુસ્મૃતિ હોલમાં યોજાઇ રહ્યો છે જેમ બુધવારના રોજ વિષેશ મહા પૂજામાં ચોકસી મહાજન મંડળ ના પ્રમૂખ સૂર્યકાંત ચોકસી , સતીશ ભાઈ જગમોહન ચોકસી, આરએસએસ નાં જીગર પંડયા, દિલીપ ભાઈઘડિયાળી,સુરેશ ભાઈ પટેલ, ભાજપ નાં શહેર પ્રમુખ કૌશિક પટેલ, નગર પાલિકા નાં ૫ નંબર વોર્ડ ના સદસ્ય દિલીપ વાળંદ, રિંપલ બેન, દક્ષેશ પટેલ, સહિત વેપારીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા આ સહુ મહેમાનોના હસ્તે મહા આરતી નું આયોજન કરવામા આવ્યું હતુ ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય થઇજવા પામ્યું હતુ