પાદરા ગોપાલ ચાવડા
_________
પાદરા તાલુકા પંચાયત ની આગામી અઢી વર્ષ ની ટર્મ માટે ની મીટીંગ યોજાઇ હતી જેમા પ્રમુખ તરીકે ભાજપના હંસાબેન વસાવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા
જ્યારે ઉપપ્રમુખ માટે બે ફોર્મ ભરાયા હતા જેમાં કૉંગ્રેસ નાં હાર્દિક પટેલ અને ભાજપના લોમેશભાઈ પંડ્યા ને મેન્ડેટ મળતા તેવોએ ફોર્મ ભર્યું હતુ જેમાં ચૂંટણી થતાં કૉંગ્રેસ નાં હાર્દિક પંડ્યાને ૧૦ વોટ મળ્યા હતા જ્યારે ૧૬વોટ ભાજપના લોમેશ પંડ્યાને મળતા તેમને વિજેતા જાહેર કર્યાં હતાં તે પહેલા બીજેપી માંથી મેન્ડેટ પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંત પટેલ લાવ્યા હતા જે જાહેરાત કરવામાં આવી હતી
જેમા દંડક તરીકે કમલેશ પઢીયાર અને નેતા તરીકે રામજીભાઈ રબારી ની વરણી કરવામાં આવી હતી જ્યારે ચૂંટણી અધિકારી તરીકે sdm મયંક પટેલ હાજર રહ્યા હતા અને સમગ્ર કાયૅવાહી અને વ્યવસ્થાઓ tdo નિયતિ બેન ગોહિલે સંભાળી હતી
આજની ચૂંટણી પ્રસંગે કૉંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા હોદેદારોની ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડીને મો મીઠું કરાવ્યું હતું.