ગોપાલ ચાવડા
______________
પાદરા માં સરદાર વલ્લભ ભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે પટેલ સમાજ અને નગર પાલિકા દ્વારા મૂર્તિ ઉપર ફૂલહાર કરવામાં આવ્યા
__________________
મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
________________
સાદાઈ થી કાર્યક્રમ યોજાયો
__________
પાદરા માં નગર પાલિકા અને પટેલ સમાજ દ્વારા
દેશના લોખંડી પુરુષ સરદાર પટેલ ના જન્મ દિવસ નિમિત્તે પાદરા ગોવિંદપુરા ખાતે સરદારદેશના પટેલની પ્રતિમાને ફુલહાર કરી અંજલિ આપવામાં આવી હતી
દેશ ને અખંડ ભારત રાખનાર સરદાર પટેલની જન્મજયંતી ૩૧ઓક્ટોમ્બર હોય સમગ્ર દેશભરમાં તેના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમ દ્વારા તેમને કરેલ દેશ હિતના કાર્યો યાદ કરવામાં આવેછે જો સરદાર પ્રથમ વડાપ્રધાન હોત તો જે નહેરુ દ્વારા અનેક સમસ્યાઓ પેદા થઈ છે તે ના થાય દેશ અખંડ રહેત કાશ્મીર હાથ માંથી ના જાત અનેક મોરચે સફળતા મેળવેત
પાદરામાં નગર પાલિકા દ્વારા પ્રમુખ મયુર દવજ સિંહ ની આગેવાનીમાં પાલિકાના સદસ્યો અધિકારીઓ દ્વારા ફૂલહાર કરીને અંજલિ આપી હતી જ્યારે પટેલ સમાજ દ્વારા હસમુખ પટેલ, ઠાકોર ભાઈ પટેલ ની આગેવાની માં ફૂલહાર કરવામાં આવ્યા હતા તે પહેલાં ગત રાત્રિએ મોરબીમાં ગોઝારો અકસ્માત થયો જે માનવ સર્જિત કહી શકાય જેમાં બાળકો સહિત ૧૦૦થી વધુ મૃત્યુ પામ્યા તેને શ્રધાંજલિ આપવામાં આવી હતી