પાદરા, ગોપાલ ચાવડા
=====
પાદરા APMC દ્વારા યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નું સન્માન કરવામાં આવ્યું
==============
પાદરા APMC ની સામાન્ય સભા મળી હતી જેમા સભા બાદ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નું સન્માન નો કાર્યક્ર્મ યોજાયો હતો જેમા સન્માન નો ઉતર આપતા ચૈતન્ય સિંહે જણાવ્યું હતુ કે વિકાસના કામોમાં ક્યારેય હું મતભેદ નહિ રાખું અને સાથે રહીને કામો કરીશું
પાદર APMC ની બુધવારના રોજ સામાન્ય સભા હોલમાં મળી હતી સભા બાદ સહુ સદ્સ્યો
કમિશન એજન્ટો, વેપારીઓ એકત્ર થઈને ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નું ફૂલ હાર , શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું પ્રથમ પ્રમૂખ પ્રવિણ સિંધા દ્રારા બાદમાં ઉપ પ્રમૂખ અજય ગાંધી
સહિત તમામ સદ્સ્યો યે પુષ્પ ગુચ્છ થી ઉમંગ ભેર સન્માન માં જોડાયા હતાં આ પ્રસંગે પાલિકા પ્રમૂખ
મયુર દવજ સિહ ઝાલા નું પણ ફૂલ હાર અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા યે સહુનો આભાર માન્યો હતો અને તેના ઉત્તરમાં જણાવ્યું હતુંકે વિકાસ નાં કામોમાં હું ક્યારેય મતભેદ નહિ રાખું અને સાથે મળીને વિકાસ નાં કામો કરીશું તેમ જણાવ્યું હતુ