ગોપાલ ચાવડા
પાદરા
=======
પાદરામાં ગણતંત્ર દિન ની આન શાન બાન થી ઉજવણી કરાઈ
==========
પાદરા પોલીસ , નગર પાલિકા, સિવિલ કોર્ટે, ગર્લ્સ હાઈસ્કૂલ, પીપી શ્રોફ હાઇસ્કૂલ, સહીત તમામ શિક્ષણ સંસ્થાનો
માં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતાં જેમાં ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા , પીઆઈ ઝાલા, જજ સોઢા પરમાર સાહેબ, સ્કૂલો નાં સંચાલકો, ચૂંટાયેલા સદસ્યો, ભાજપ નાં નેતાઓ ,પદાધિકારીઓ હાજર રહીને દવજ વંદન નાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમા સૌપ્રથમ પાલિકા નાં પ્રમૂખ અને હોદેદારો એ સરદાર પટેલની પ્રતિમા, મહારાણા પ્રતાપ ની પ્રતિમા, ડૉ બાબાસાહેબ
આંબેડકર ની પ્રતિમા, પ્રતાપસિંહ રાવ ગાયકવાડ ની પ્રતિમા ઉપર ફૂલ માળા અર્પણ કરીને ક્રમશ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત , નગર પાલિકા , ગર્લ્સ હાઈસ્કૂલ, અને પીપી શ્રોફ હાઈસ્કૂલમાં દવજ વંદન નાં કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં પોલીસ સ્ટેશન માં પીઆઈ કે જે ઝાલા , મામલતાર કચેરીમાં મામલતદાર વિજય આટીયા, પાલિકામાં પ્રમુખ મયુર દવજ સિહ , જયારે પીપી શ્રોફ હાઇસ્કૂલ ખાતે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં હસ્તે દવજ વંદન નાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમા પી પી શ્રોફ હાઈસ્કૂલ નુ નવુ મકાન કરોડ રૂપિયાના ખર્ચે સરકાર બનાવી રહી છે તેમ જણાવ્યું હતુ જેમા પીઆઈ કે જે ઝાલા યે વિદ્યાર્થીઓને સુન્દર પ્રવચન આપી સમજાવ્યા હતાં અને માર્ગદર્શન આપ્યું હતુ અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્રારા સુન્દર ગીત રજૂ થયુ