વડોદરા શિનોર આશિષ ધોબી
——
શિનોર તાલુકામાં સાઈબર ક્રાઇમ ની ઘટના , વિશ્વાસમાં લઇને એકલાખ રૂપિયા ખાતામાંથી બરોબાર ઉપડી ગયા
——-
શહેર અને જિલ્લામાં સતત સાયબર ક્રાઈમ ની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શિનોર તાલુકાના સિમળી ગામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવાન ને વિશ્વાસમાં લઇ ખાતાની વિગત મેરવી ખાતામાંથી અલગ અલગ રીતે 4 વખત રૂપિયા 25 હજાર ના ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી કુલ રૂપિયા 1 લાખ જેટલી માતબર રકમ પડાવીને છેતરપીંડી કરાતાં યુવાને બનાવ સંદર્ભે શિનોર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી યોગ્ય તપાસ ની માંગ કરવામાં આવી છે.
ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે આવી જ એક ઘટનાનો ભોગ શિનોર તાલુકાના સિમળી ખાતે પોસ્ટ વાળા ફળિયામાં રહેતાં વિશાલ અશોકભાઈ પટેલ બન્યાં છે.ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગત 25 જુન ના રોજ તેમના મોબાઈલ ફોન ઉપર બ્લુડાર્ટ કુરિયર સર્વિસ માંથી એક મેસેજ આવ્યો હતો.જેમાં લખેલું હતું કે તમારું ક્રેડિટ કાર્ડ ઘરે આવી જશે.જેથી વિશાલભાઈને લાગેલ કે તેઓએ બેન્ક ઓફ બરોડા સેગવા ખાતે ક્રેડિટ કાર્ડ અંગે એપ્લિકેશન આપેલ હતી.જેને લઈ ઉપરોક્ત મેસેજ આવ્યો હોવાનું લાગ્યું હતું.અને થોડીકવાર બાદ વિશાલભાઈ ના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો.અને જણાવેલ કે હું બ્લુડાર્ટ કુરિયર સર્વિસ માંથી બોલું છું.અને તમારું ક્રેડિટ કાર્ડ કુરિયરથી આવી ગયું છે.અને હાલ અમો કરજણ તાલુકાના મેથી-સિમળી બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભા છે.જેથી વિશાલ પટેલે જણાવેલ કે અમો મેથી સિમળી નહિ પરંતુ સેગવા સિમળી ખાતે રહું છું.જેથી કુરિયર વાળાએ કહ્યું કે તમારૂ કુરિયર ડભોઇ મોકલી આપું છું. ત્યારબાદ તારીખ 28 જુન ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવતાં જણાવેલ કે તમારું ક્રેડિટ કાર્ડ અમારી બ્લુડાર્ટ કૃરિયર કંપનીમાં પાછું આવી ગયું છે. અને તમારે કુરિયર ફરીથી ઈસ્યુ કરાવવું હોય તો રૂપિયા 5 નું પેમેન્ટ અમે જણાવીએ એ રીતે કરવું પડશે.તેમ જણાવી અન્ય એક નંબર ઉપર થી વોટ્સએપ પર ઓનલાઈન કમ્પ્લેન્ટ એપ ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવા જણાવતાં એપ ડાઉનલોડ કરી હતી.ડેટા અપલોડ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.પરંતુ ડેટા એડ થયાં ન હતાં. જેથી અન્ય અજાણ્યા મોબાઈલ ઉપરથી એક લિંક મોકલવામાં આવી હતી.અને લિંક ઓપન કરવા જણાવવામાં આવતાં તેઓએ વિશ્વાસમાં આવી લિંક ઓપન કરી તેમના કહેવા અનુસાર બેન્ક નું નામ,મોબાઈલ નંબર લિંક માં અપલોડ કર્યા બાદ રૂપિયા 5 નું પેમેન્ટ ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં કહેતાં તેઓએ રૂપિયા 5 નું પેમેન્ટ ડેબિટ કાર્ડ દ્વારા UPIN દાખલ કર્યો હતો.ત્યારબાદ વિશાલ પટેલ ના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર થી ટેક્સ્ટ મેસેજ આવતાં આ ટેક્સ્ટ મેસેજ મોબાઈલ ઉપર સેન્ડ કરવા જણાવ્યું હતું.અને આવા 4 વખત મેસેજ આવ્યા હતાં.ત્યારબાદ વિશાલ પટેલ ના મોબાઈલ ઉપર અલગ અલગ 25 હજાર ઉપડી ગયાના મેસેજ આવતાં વિશાલ પટેલ એકાએક ગભરાઈ ગયા હતાં. અને તાત્કાલિક બેન્ક ઓફ બરોડા ખાતે પહોંચી ખાતું બ્લોક કરાવી દીધું હતું.અને ત્યારબાદ બનાવ સંદર્ભે શિનોર પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વિશાલ પટેલ ની ફરિયાદ ના આધારે વધુ તપાસ તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે RBI દ્વારા વખતોવખત નવી નવી ગાઈડલાઈનો જાહેર કરીને બેન્ક ને લગતી વિગત કોઈ પણ વ્યક્તિ સેર નહિ કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.તેમ છતાં લોકો માં જાગૃત ના અભાવ ના કારણે આવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતાં હોય છે.ત્યારે સિમળી ગામે બનેલ ઓનલાઈન છેતરપીંડી નો કિસ્સો શિનોર પંથકના લોકો માટે લાલબત્તી સમાન બન્યો છે.