પાદરા , ગોપાલ ચાવડા
============
પાદરા એસટી વિભાગમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય.. તંત્રની બેદરકારી કે પછી લોકોની બેદરકારી?
પાદરા એસટી વિભાગમાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હાલ જ રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ આ એસટી ડેપો ને જોતા તમને લાગશે કે અહીંયા કોઈ પણ પ્રકારનું સ્વચ્છતા નું ધ્યાન રાખવામાં આવતું નથી પાદરા એસટી વિભાગમાં ઠેર ઠેર જોવા મળે છે ગંદકીના સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં મુસાફરોની આજુબાજુ પણ કચરા ના ઢગ જોવા મળી રહ્યા છે જેને લઈને કેટલાક મુસાફરોમાં રોજ પણ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સ્વચ્છતા બાબતે ખર્ચ કરવામાં આવે છે સાથે સાથે સંસ્થાઓને નવીનીકરણ કરીને રીનોવેશન પણ કરવામાં આવે છે પરંતુ તંત્રની બેદરકારી અને લોકોની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક મુસાફરોના આરોગ્ય સાથે છેડા થતા હોવાના સ્પષ્ટ દેખાઈ આવે છે પાદરા એસટી વિભાગમાં મુસાફરોની આજુબાજુમાં જ કચરાના ઢગ જોવા મળ્યા છે લોકોએ આક્ષેપ કર્યા છે કે તંત્ર જો આ બાબતે કડાક પગલાં લે તો ચોક્કસથી સ્વચ્છતા જળવાય ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ પાદરા એસટી વિભાગને પણ નવી નકોર ચાર જેટલી એસટી બસો આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર જો આટલી બધી તૈયારીઓના ભાગરૂપે લોકોને સગવડ આપતી હોય તો તંત્ર એ પણ સ્વચ્છતા બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ