પાદરા ગોપાલ ચાવડા
પાદરા તાલુકા કિસાન સંઘ દ્વારા APMC ખાતે ખેડૂત શહીદ દિનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
પાદરા એપીએમસી ખાતે પાદરા તાલુકા કિસાન સંઘ દ્વારા કિસાન શહીદ દિન નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ અમિષ પટેલ વડોદરા જિલ્લા મંત્રી ઠાકોરભાઈ વ્યાસ વડોદરા જિલ્લાના પૂર્વ કિસાન સંઘ પ્રમુખ ઠાકોર પટેલ વડીલ રમણ કાકા , પ્રવીણ ભાઈ પટેલ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા કિસાન સંઘ દ્વારા 19 માર્ચ કિસાન બલિદાન દિવસ તરીકે ઓળખાય છે ગુજરાતમાં પ્રતિવર્ષ 19
માર્ચ કિસાન બલિદાન તરીકે ઓળખવામાં આવે છે ગ્રામ્ય તાલુકા કિસાન સંઘ સમિતિઓ દ્વારા ગુજરાતના ભૂતકાળ ઐતિહાસિક આંદોલનમાં શહીદ થયેલા કિસાન ભાઈઓ બહેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મળતી વિગતો અનુસાર 19 માર્ચ 1987 ના દિવસે રાજ્યના લાખો કિસાનો દ્વારા તત્કાલીન સરકાર સામે આંદોલનમાં ગુજરાત્ત વિધાનસભા ઘેરાઓ કાર્યક્રમને સફળ કરવા જતા આ દિવસે પ્રથમ પાંચ અને ત્યારબાદ અન્ય કાર્યક્રમો થઇ કુલ 17 જેટલા ધરતીપુત્ર એ કિસાન સંઘ કી ક્યા પહેચાન ત્યાગ તપસ્યા ઔર બલિદાન ના સૂત્રને સાર્થક કરતા શહીદીને વર્યા હતા તેમને યાદ કરીને 1987 બાદ પ્રતિ વર્ષ 19 માર્ચના દિવસે બનેલા અલગ અલગ જિલ્લાના શહીદ સ્મારકો પર શહીદોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાય છે જે કાર્યક્રમ અંતર્ગત આજે પાદરા એપીએમસી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકા શહેર સહિતના કિસાન સંઘના કાર્યકર્તાઓ સહિત ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા