ગોપાલ ચાવડા પાદરા
=======
પાદરા અંબાવાળી ની સામે આવેલ શ્રી સમસ્ત રાવળ યોગી સમાજ નું સ્મશાન ના ગેટ પાસે એક 8 થી 9 ફૂટ નો મગર નું રેસ્ક્યું કરી વન વિભાગને સોંપ્યો
======
પાદરાના રહેણાક વિસ્તાર નજીક આંબાવાડી સોસાયટી સામે રાવળ યોગી સમાજના સ્મશાન પાશે 8ફૂટનો મગર જોવામાં આવ્યો હતો જેમાં પ્રાણી જીવ રક્ષા સંસ્થાના આર્ય રોકી અને પ્રવીણ મહારાજ પાર્થ વૈદ્ય,ને જાણ કરતા તાત્કાલિક તેમની ટીમ દોડી આવી હતી અને વન વિભાગ ને સાથે રાખી વિશાળ મગર ને પાંજરે પૂર્યો હતો આમ રહેણાક વિસ્તાર નજીક મગર જોવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો