પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા પાદરા ખાતે દિવ્ય શાકોત્સવ યોજાયો હતો આ પ્રસંગે વડતાલના પરમ પૂજ્ય ધ. ધુ. ભાવી આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી અને દિવ્ય સત્સંગ યોજાયો હતો.
ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા દર વર્ષે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્ય સનાતન ધ.ધુ આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્રપ્રસાદજી મહારાજની અસીમ કૃપાથી અને આજ્ઞા થી તથા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદ મહારાજની પ્રેરણાથી અને વિદ્વાન સંતોના સાંનિધ્યમાં પાદરા માં દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ યોજાયો હતો,
વર્ષો ની પરંપરાગત યોજાતા શાકોત્સવમાં ખાસ કરીને પરમ પૂજ્ય અને ભાવિ આચાર્ય શ્રી ૧૦૮
નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેતા હોય છે યોજાયેલા શાકોત્સવ દરમિયાન પાદરાના અંબિકા સોસાયટી ખાતેથી પરેશ ભાઈ ગાંઘી ને ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે પૂર્વે મહારાજ શ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હરિભકતો દ્વારા મહાઆરતી પણ યોજાઇ હતી
ભવ્ય શોભાયાત્રા માં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા પાદરા નગર મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી જ્યાં અનેક સ્થળો એ સ્વાગત કરવામાં આવ્યુ હતું, શોભાયાત્રા સત્સંગ સભા સ્થળ નવાપુર ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં પ્રસંગોચિત સત્સંગ સભા યોજાઈ હતી આ પ્રસંગે પધારેલા મહાનુભવો તેમજ હરિભક્તો દ્વારા મહારાજ શ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સંતરામ મંદિર ના મહંત પૂ મોહનદાસ મહારાજ પણ પધાર્યા હતાં
ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવ નું માં હજારો ભકતો એ દિવ્ય શાકોત્સવ ની પ્રસાદી નો લાભ લીધો હતો.