પાદરા, ગોપાલ ચાવડા
=========
પાદરા તાલુકાના દૂધવાળા ગામનાં રંગીન મિજાજી સરપંચ ઉતમ પટેલ ઉપર
સગીર કન્યા ની છેડતી
ની ફરિયાદ દાખલ
===============
સગીર કન્યા ના પિતાને નોકરી આપવાની લાલચ આપી કન્યા સાથે
અઘટિત માંગણી કરી ગોડાઉનમાં હાથ ખેંચી લઈ જવાનો પ્રયત્ન કરતા, થયેલી ફરિયાદ
===============
પાદરા તાલુકાના દૂધવાડા
ગામનાં સરપંચ ઉત્તમ પટેલ, ગામનાં અલ્પેશ ભાઈ પટેલ ને નોકરી અપાવવા બાબત સોહમ કંપનીમાં બોલાવ્યા જેમાં તેમની દીકરી કરિશ્મા નામ બદલેલ છે જેની ઉમર 16વર્ષ ની છે જે પિતા સાથે કંપની મા આવી હતી જેમાં ઉતમ પટેલ અને તિથોર નાં સરપંચ પણ કંપનીના ઓફિસ માં બેઠા હતાં
ઉત્તમ પટેલ તે દરમ્યાન સગીરાના પિતા સાથે નોકરી ની વાત કરી અને સગીરાના પિતાને ઓફિસ માં બેસવાનું કહી સગીરા કરિશ્માને બહાર બોલાવીને કહ્યું કે તારા પિતાને નોકરી અપાવી દવ પણ તારે મારી સાથે ગોડાઉન માં આવવું પડશે જેથી સગીરાએ નાં પાડી હતી
જેથી ઉત્તમ પટેલ ફરી દબાણ કરી ફક્ત દશ મિનિટ આવ અને સગીરા કરિશ્મા નો હાથ પકડી ગોડાઉનમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો જેથી સગીરાએ હાથ છોડાવીને તેના પિતા પાશે જઈને બાઈક ઉપર ઘરે જતા રહયા આ ઘટના ઘરના કોઈને કીધી નહિ પરંતુ સગીરા આ અંગે ખુબજ દુઃખી હતી તે દરમ્યાન ઉત્તમ પટેલ તેની સાથે ફોન ઉપર વારંવાર વાતો કરી હેરાન પરેશાન કરતો હતો મોબાઈલ મા વોટસએપ, ઉપર મેસેજ કરતો હતો, ઘરના જોઈ નાં જાય તે ઘણા મેસેજ ડિલીટ કાર્ય પણ હદ વધતા સ્ક્રીન શોટ પાડીને ભેગા કર્યા અંતે ઘરના સહુને આ સમગ્ર મામલે ઘરના લોકોએ જાણ કરી અને મંગળવાર નાં રોજ વડુ પોલિશ મથકે સગીરા પિતાની સાથે જઈ દુધવાડા ગામનાં સરપંચ ઉત્તમ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપતા વડુ પોલિશ ઉત્તમ પટેલ વિરુદ્ધ ગુનો નોધી કલમ
354/તથા પોકશો એક્ટ 2012, ની કલમ 11/12
મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ બનાવ બનતા સમગ્ર પાદરા તાલુકામા ખડ ભળાટ મચી જવા પામ્યો છે
અત્રે ઉલેખનીયછે કે સરપંચ ઉત્તમ પટેલ ગામમાં અનેક મુદ્દા ઉપર વિવાદ માં ઘેરાયેલા છે પોતે ગામનાં સરપંચ છે પરંતુ ગામમાં નથી રહેતા વડોદરા રહે છે જેથી કોઈ કામો થતા નથી જેથી લોકો હેરાન પરેશાન થયેલા છે ગામનાં લોકોએ આક્ષેપ કરેલા છે કે કંપનીઓ સાથે વહેવારો કરી ગામને નુક્શાન કરી રહેલા છે