Breaking News

પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ

ગોપાલ ચાવડા પાદરા
____
પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ
________________
પાદરામાં ભ્રસ્ટાચાર ની ગંધ આવતા તપાસ નો ધમધમાટ શરૂ
_________
શૌચાલયના બન્યા સિવાય જ રૂપિયા ચૂકવાઇ ગયા હોવાની અરજી અને ગ્રામ્ય વિસ્તારોમાં સીસી ટીવી નાખવામાં ભ્રસ્ટાચાર થયો હોવાની માહિતી અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ટીમના છેલ્લા પાચ દિવસ થી પાદરા મા ધામા નાખ્યા છે

પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવ્યા સિવાય જ રૂપિયા ચૂકવાઇ ગયા હોવાની અરજીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર ની ગંધ આવતા તંત્ર દ્વારા તપાસ અરભવામાં આવી છે મળતી વિગતો અનુસાર પાદરામા બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ તપાસ ની માગ કરવામાં આવી છે જેમાં એક અરજી કરવામાં આવી છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાદરાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવ્યા સિવાય જ રૂપિયા ચૂકવાઇ ગયા છે અનેભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો છે જેના અરજીના આધારે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાદરા ના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રાપ્તિ વિગતો અનુસાર વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એપીઓની અંડરમાં એક કમિટીની રચના કરવામાં આવી છે જેના આધારે જિલ્લા ટીમ દ્વારા પાદરા ના ગ્રામ્ય વિસ્તારોમાં તપાસમાં ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી આ ટીમ એ પાદરામાં ધમા નાખ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અને તપાસનો ધમધમાટ પણ બોલાવ્યો છે ડિસ્ટ્રીકલ રૂલર ડેવલોપમેન્ટ એજન્સી ના મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લા કક્ષાની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને તે બાબતે અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેમાં જો આ પ્રકારની ઘટના સામે આવશે તો તેની સામે નિયમો મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે સમગ્ર મામલે હાલ ટીમો દ્વારા પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ભારે હલચલ જોવા મળી રહી છે બીજી બાજુ આ જ પ્રકારે પાદરાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અરજીના આધારે સમગ્ર તપાસમાં ધમ ધમાટ બોલાવવામાં આવી રહ્યો છે જોકે સાચી ઘટના તો મુખ્ય અધિકારી સુધી જ્યારે તેના રિપોર્ટ અહેવાલ રજૂ થશે ત્યાર બાદજ બહાર આવશે મળતી વિગતો અનુસાર આ સમગ્ર કમિટીની રચના પર સતત લાગતા વળગતા વિભાગના મુખ્ય ટોચ ના અધિકારી સતત નજર રાખી રહ્યા છે તપાસના ધમધમાટ વચ્ચે કેટલાક કર્મચારીઓ ઢાક પીછોળો કરતા હોવાના પણ લોક ચર્ચા એ જોર પકડ્યું છે
ઘટનાનો પડદા ફાસ્ટ તો સાચો અહેવાલ આવ્યા બાદ થશે જોકે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી પણ ખૂબ જરૂરી છે જોકે લાગતા વળતા અધિકારી પાસેથી મળતી વિગતો અનુસાર તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાની જે તપાસ છે તે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે અને હવે તેનો ટૂંક સમયમાં અહેવાલ પણ રજૂ કરવામાં આવશે
ઊંડાણપૂર્વક તપાસના એંધાણ છે કે આ બાબતે જો કોઈ ક્ષતિ જણાવશે તો ભ્રષ્ટાચાર આચરવાળા લિસ્ટમાં આવતા લોકો સામે મોટી કાર્યવાહી પણ થઈ શકે છે

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *