ગોપાલ ચાવડા પાદરા
_____
પાદરા નું એસટી ડેપો છે કે પછી કોઈ પાર્કિંગ ઝોન?
પાદરામાં સરકારી જમીન પર જ ગેરકાયદેસર પાર્કિંગ કરી વાહનોનો જમાવડો
______________
અસામાજિક તત્ત્વો નાં પણ અડ્ડા, ગેરકાયદેસર પ્રવૃત્તિ નાં ઠેકેદારો ખૂલે આમ જાહેરમાં ખુરશીઓ નાખી પોતાના વહીવટ ચલાવે છે સરકારી તંત્ર
માં
________________
_______________
પાર્કિંગ નો ઇજારદાર પાર્કિંગ માટે આંખ આડા કાન,ગમે ત્યારે મોટો અકસ્માત
_______________
એસટી મેનેજર મુક પ્રેક્ષક
_________________
સરકાર ભલે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે અને પ્રજાને સગવડ કરે તેવા સતત પ્રયત્નો કરે પણ ક્યારેક સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે જ આવો કિસ્સા જોવા મળ્યા છે પાદરાના એસટી ડેપોમાં તમને દ્રશ્યોમાં જોતા લાગશે કે આ કોઈ સ્પેશિયલ પાર્કિંગ ઝોન વિસ્તાર છે પરંતુ ના ખરેખર એવું નથી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પાદરાના એસટી વિભાગની અંદર નો પાર્કિંગ ઝોન માં આવેલી જગ્યાના દ્રશ્યો છે સ્વભાવિક રીતે જે એસ ટી વિભાગની અંદર દિવસ દરમિયાન લાખો લોકો મુસાફરી કરતા હોય ત્યાં આ પ્રકારની બેદરકારી કેમ કરીને ચલાવી લેવાય પાદરાના એસટી ડેપોમાં નો પાર્કિંગના બોર્ડ તો લગાવવામાં આવ્યા છે પરંતુ તેની સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટુ-વ્હીલર હોય કે ફોર વીલર હોય જે તમામ વાહનો અહીંયા બેફામ પાર્કિંગ કરવામાં આવે છે પાદરાના એસટી વિભાગમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન થતું જ ન હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવાય રહ્યા છે એસટી ડેપો ની અંદર હોય પાછળના ભાગમાં હોય કે મુખ્ય ગેટ પાસે હોય જ્યાં જુઓ ત્યાં માત્ર ગેરકાયદેસર પાર્કિંગ કરેલા વાહનોનો જમાવડો જોવા મળે છે મહત્વની વાત તો એ છે કે તંત્ર માત્ર કાગળ પર બતાવવા માટે નો પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવી દે છે અને તે બોર્ડની બિલકુલ નજીકમાં જ તે જ નિયમોને તોડતા દ્રશ્યો પણ સ્પષ્ટ દેખાય છે સૌથી મહત્વની વાત તો એ છે કે એસટી વિભાગના તંત્રની આ બેદરકારી છે કે પછી તંત્ર માત્ર કાગળ પર બતાવવાનો પાર્કિંગ જોડના બોર્ડ લગાવી દેખાડો કરે છે આ પ્રકારની ગેરકાયદેસર પાર્કિંગ અને તે પણ સરકારી જગ્યામાં શા માટે તંત્ર ચલાવી લે છે તે પણ સૌથી મોટો સવાલ છે શુ એસટી વિભાગની જવાબદારી નથી ગુપ્ત રિપોર્ટ પ્રમાણે એસટી વિભાગની જ એસટીને ડેપોમાં જમવા માટે તકલીફ પડતી હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ક્યારે તંત્ર પોતાની ગોળ નિંદ્રામાંથી જાગીને ગેરકાયદેસર પાર્કિંગ કરતા સરકારી જગ્યા પરના વાહનોને ક્યારે હટાવશે તે વાતે પણ જોર પકડ્યું છે જયારે એસટી ડેપોમાં કેટલાક ઇજારદાર સાથે મીલી ભગત રાખી કેટલાક અસામાજિક તત્ત્વો ખૂલે આમ રાત્રે દિવશે વહેલી સવારે જાહેરમાં એસટી ડેપોના માલિક હોય તેમને ખુરશીઓ નાખીને રોફ થી બેસતા હોય છે અને પોતાનો વહીવટ ચલાવે છે શુ આ બધું ડેપો મેનેજર ને ખબર છે? કે તેમની મીઠી નજર હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા સવાલો પ્રજા પૂછી રહી છે