ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના મુવાલ ગામમાં ધોળા દિવસે 20 તોલા સોનાના દાગીના લઈ તસ્કરો ફરાર
=========
પાદરા તાલુકામાં વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે મુવાલ ગામમાં આવેલ માતા વાડા ફળિયામાં ધોળા દિવસે બંધ મકાનને ટાર્ગેટ કરી તસ્કરોએ 20 તોલા સોનાના દાગીના લઈને ફરાર થઈ જવા પામ્યા છે મળતી વિગતો અનુસાર માતા વાળા ફળિયામાં રાજુભાઈ નો પરિવાર દર્શનાર્થે ગયો હતો તેવા સમય દરમિયાન તસ્કરોએ સમયનો લાભ લઇ ધોળા દિવસે ઘરનો તાળું તોડી ઘરમાં રહેલી તિજોરીઓના તાળા તોડી તેમાં રહેલા સોનાના 20 તોલા જેટલા દાગીના લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે અંદાજે પરિવાર ના જણાવ્યા અનુસાર 6 લાખ રૂપિયાની કિંમતના સોના ના દાગીના લઇ તસ્કારો ફરાર થઈ ગયા છે જેમાં સેટ બુટ્ટી સહિત અસોડા જેવા સોનાના દાગીનાઓ તસ્કરો લઈને ફરાર થઈ ગયા છે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર પોતાનો અધુરો પ્રવાસ છોડીને ઘરે પરત ફરતા તપાસ કરતા તમામ દાગીનાઓ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પરિવારે વડુ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્કોર એફ એસ એલ સહિતની સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધોળા દિવસે 20 તોલા સોનાના દાગીનાની ચોરી થતા સમગ્ર પંથકમાં હા હા કાર મચી જવા પામ્યો છે