પાદરા ગોપાલ ચાવડા
પાદરા તાલુકા ના કરખડી ગામે આવેલ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની એ આચર્યું ખાતર કૌભાંડ
ખેડૂતો ના સબસીડી વાળા યુરીયા ખાતર ને બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે
એક તરફ ખાતર માટે ખેડૂતો વલખાં મારી રહી છે ત્યારે પાદરા તાલુકા ના કરખડી ગમે આવેલ ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખેડૂતોને અપાતા સબસીડી વાળા યુરિયાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોવાનું કોભાંડ બહાર આવતાં નાયબ ખેતી નિયામકે કંપની માલિક અને યુરિયાના સપ્લાયર સામે ફરિયાદ નોંધાવી છે વડુ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ વાત કરીએ તો નાયબ ખેતી નિયમક વિજયકુમાર અમરાભાઇ ડામોરિયાએ બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે એ .ડી.પટેલ,(સંયુક્ત ખેતી નિયામકશ્રી વડોદરા) તથા ડી.એન.પટેલ, (મદદનીશ ખેતી નિયામકશ્રી વડોદરા) તથા જે.ડી.પટેલ ખેતી અધિકારીશ્રી,પાદરા તથા શ્રી એ.પી.ડેડાણીયા, (ખેતી અધિકારીશ્રી, સાવલી) નાઓની સંયુક્તટીમ દ્વારા ચોક્સી કલર્સ પ્રાઇવેટ લિમીટેડ કંપની માં તપાસ દરમિયાન કંપનીના ઉત્પાદન યુનિટ અને ગોડાઉન માંથી શંકાસ્પદ યુરિયાનો મસમોટા જથ્થો મળી આવ્યો હતો ખેતી નિયામકની ટીમે ઝડપાયેલ યુરિયા ના સેમ્પલ લઈ તપાસ અર્થે બારડોલી મોકલ્યા હતા જેમાં યુરિયા એગ્રીકલ્ચરમાં વપરાતું નીમ કોટેડ યુરિયા હોવાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં ભાર્ગવ એન્ટરપ્રાઇઝ પ્લોટ અંકલેશ્વર GIDC જવાબદાર વ્યક્તિ અને પ્રદીપ કુમાર મણીલાલ ચોક્સી સામે વડું પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે એક બાજુ ખેડૂતોને સબસીડી વાળું યુરિયા લેવામાં તકલીફ બેઠવી પડે છે ત્યારે બીજી બાજુ અંદરખાને આવી ચોક્સી કલર જેવી કંપનીઓ સબસીડી વાળા યુરિયાનો મોટો વેપાર ચલવે કેટલું યોગ્ય છે સમગ્ર મામલે આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોમાં પણ ભારે રોજ ભભૂકી ઉઠ્યો છે સમગ્ર મામલે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેનો રેલો અંકલેશ્વર સુધી પહોંચ્યો છે ત્યારે કંપની સાથે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરવામાં આવી છે
ઉલેખનીય છે કે સબસિડી વાળુ ખેડૂતો ને અપાતું ખાતર બારોબાર વેચી મારવાનું કૌભાંડ કેટલાય સમયથી ચાલી રહ્યું હતુ અને પાદરા તાલુકા સહિત કેટલાય કંપનીઓ દ્વારા આ ખેડૂતો ના હક નું ખાતર ખરીદી કરી ને ઉત્પાદન કરી રહીં છે જો આ અંગે વ્યવસ્થિત અને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ને નકારી શકાય તેમ નથી