પાદરા, ગોપાલ ચાવડા
પાદરા તાલુકામાં યુરીયા ખાતર ની કાળા બજાર રોકવા ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદપત્ર આપ્યું
પાદરા તાલુકામાં ચોકસી કલર્શ કંપની દ્વારા નીમ કોટેડ ખાતર જે ખેડુતો માટે સરકારે ફાળવેલ છે છતાં તેને કંપનીઓમાં અન્ય ઉપયોગ કરીને તગડો નફો કરતી કંપની ઝડપાઈ હતી આ કાળા બજાર સામે ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડુતોના હિતમાં ગુરુવાર નાં રોજ તાલુકા પ્રમૂખ અમિષ પટેલ રામચંદ્ર પટેલ ઘનશ્યામ મુખી વગેરેએ પદાધિકારીઓ આવેદન પત્ર લઇને મામલતદારને આપ્યું હતું જેમાં માગણી કરવામાં આવી હતી કે પાદરા તાલુકાની અને અન્ય કંપનીઓ નીમ કોટેડ યુરીયા ખાતર વેચી દેતા બજાર માં અછત સર્જાય છે અને મોંઘા ભાવે ખેડૂતોને લેવા જવું પડે છે
ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને પાયમાલ થાય છે જેથી આવાં કાળાબજારિયાઓ કંપનીમાં વાપરતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને કડક પગલાં લેવાની માગણી કરી છે