ગોપાલ ચાવડા પાદરા
શબરી વિદ્યાલય પાટોદ ના બીજા વાર્ષિક ઉત્સવ ના ઉપલક્ષ મા કાર્યક્રમ યોજાયો
શબરી સ્કુલ , પાટોદ ખાતે બીજો વાર્ષીક ઉત્સવ યોજાયો હતો સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા
2020 – 2021 મા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર વડોદરા ખાતે સર્વશ્રેષ્ઠ સ્કુલ તરીકે સન્માનિત કરવામાં આવી હતી એ શબરી વિદ્યાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે પાદરા તાલુકાના પાટોદ ગામ ખાતે પોતાની બીજી વિદ્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો છે , જેના આજરોજ બીજા વાર્ષિક ઉત્સવ ના ઉપલક્ષ મા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરેશિયસ દેશ ના વેદિતા પ્રોડક્શનના ડાયરેક્ટર શ્રીમતી પૂર્યગ વેદિતા તેમજ નટરાજ ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટસ તરફથી કનુભાઈ પટેલ સહિત શબરી વિદ્યાલય ના ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મહેમાનો ના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી , વર્ષ દરમિયાન ક્લાસ મા બેસ્ટ સ્ટુડન્ટ અને સ્કુલ ના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ને મહેમાનો ના હસ્તે મોમેંટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, બાદ મા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજયા હતા.