ગોપાલ ચાવડા પાદરા
,
પાદરા જંબુસર હાઇવે ને રાજ્ય સરકાર દ્વારા રૂ.193 કરોડ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી હાઇવે ને ફોરલેન નહિ બનાવતા, પાદરા તાલુકા ની જનતા માં નારાજગી વ્યાપી છે
ત્યારે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર દ્વારા ગત 1લી ઓગસ્ટ ના રોજ રાજ્ય સરકાર ને એક માસ નું અલ્ટીમેટમ આપી ત્વરિત ફોરલેન નું કામ શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતા આખરે આપેલા અલ્ટીમેટમ પ્રમાણે શનિવાર ના રોજ થી પાદરા ના પૂર્વ ધારાસભ્ય અને કોંગી કાર્યકરો ની હાજરી માં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા અને તાલુકા પંચાયત ના સદશ્યો અને હોદેદારો આંદોલન માં જોડ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ના મહુવડ ના કાર્યાલય થી કોંગી કાર્યકરો સાથે મહુવડ ચોકડી તરફ આંદોલન માટે રેલી સ્વરૂપે પ્રયાણ કર્યું હતું અને ભાજપ સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે આંદોલન શરૂ કર્યું હતું મહુવડ ચોકડી પાસે આંદોલન શરૂ કરતાં ની સાથે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર અને કોંગી કાર્યકરો ની અટકાયત કરી હતી કોંગી કાર્યકરે નારાજગી વ્યક્ત કરી હતી.