Breaking News

પાદરાના , કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ૩નો VECL કેનાલનો રોડ અત્યંત ખરાબ થતા ગમે ત્યારે મોટો અકસ્માત નો ભય

પાદરા, ગોપાલ ચાવડા
________________
પાદરાના , કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ૩નો VECL કેનાલનો રોડ અત્યંત ખરાબ થતા ગમે ત્યારે મોટો અકસ્માત નો ભય
________________
આ રોડ ઉપર થી અત્યંત જ્વનલશિલ, અને જીવંત પ્રાણીઓને નુકશાન થાય તેવા ગેસ ની ટેંકરો પસાર થાય છે ગમે ત્યારે પલટી ખાતા ભારે નુકશાનીનો ભય
________________
કંપનીમાં આવતા કર્મચારીઓ ગમે ત્યારે અકસ્માતનો શિકાર બનશે તો કોણ જવાબદાર?
_________________
‘કંપનીના અધિકારીઓ યે સરકાર પાસે તાત્કાલિક રોડ બનાવવાની માગણી
________________
પાદરા તાલુકાના કરખડી, દૂધવાળા ઇન્ડસ્ટ્રીયલ ઝોન ૩ જે VECL કેનાલ ની આજુબાજુમાં વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા કરેલ ઝોન માં નિર્માણ પામેલ છે
જ્યાં આ VECL કેનાલ રોડ નો ઉપયોગ આ વિસ્તાર ની ૨૭ કંપનીઓ
ઉપયોગ કરે છે જેમા કંપનીઓના કર્મચારીઓ જે સેકડો ની સંખ્યામાં રોજ અપ ડાઉન કરે છે
અનેક નાના ,મોટા વાહનો આ રોડ ઉપર થી પસાર થાય છે આજુબાજુના ગામના, ખેતરનાં,રહીશો રોજ પોતાના કામે, ગામે આવજાવ કરતા હોય છે
પરંતુ આ રોડ ખરાબ હોવાના કારણે વાહનોને ખુબજ નુકશાન થાય છે , રોડ ઉપર થી પસાર થતા લોકો ને નાના મોટા અકસ્માતો થવાથી શારીરિક નુકશાન થયેલ છે આ રોડ ઉપર થી કંપનીઓમાં અત્યંત જવનલશીલ પ્રવાહી ટેન્કરોમાં ભરીને આવજા કરતી હોય છે જે ગમે ત્યારે અથડાઈને કે પલટી ખાઇ તો ભારે જાન માલ 7 નુકશાન થઈ શકે તેમ છે આ અંગે ગુરુવાર નાં રોજ કિરી, લોનસન કીરી,સનફાર્મા, એલેમ્બિક , બોદાલ, અમી લાઇફ, મયુર, જેવી ૨૭ કંપનીઓ નાં ઉચ્ચાધિકારીઓ એકત્ર થઈને મીડિયા સમક્ષ સંભવિત ભય સ્થાનો બતાવીને સરકાર ને વિનંતી કરી આ રોડ તાત્કાલિક ધોરણે નવો બનાવી આપવા ની વિનંતી કરી હતી અને કોઈ મોટો અકસ્માત થાય તો કોણી જવાબદારી તેમ જણાવ્યું હતું

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *