*ગોપાલ ચાવડા પાદરા
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પુર અસરગ્રસ્ત પરિવારો ને પાગરણ વિતરણ*
તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા તથા મહીસાગર નદીના આકસ્મિક વૃદ્ધિ થતાં વડોદરા જિલ્લાના ડભોઇ શિનોર કરજણ તેમજ પાદરા તાલુકાના ઘણા ગામોમાં નીચા વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અસરગ્રસ્તો માટે જિલ્લા કલેક્ટર માન્ય શ્રી ગોર સાહેબ ની વિનંતી અટલાદરા મંદિર પૂજ્ય સંતો પર થતા તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા અસરગ્રસ્ત ગામોના 1500 જેટલા પરિવારોને રજાઈ ઓશીકું તથા ઓઢવા માટે બ્લૅન્કેટ કીટ રૂપી પાગરણ તૈયાર કરી આજરોજ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પહોંચાડવામાં આવેલ છે. સ્મરણ રહે કે આ પૂરના દિવસોમાં પણ બીએપીએસસી સ્વામિનારાયણ મંદિર અટલાદરા તેમજ ભરૂચ દ્વારા અનેક અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ પણ પુરા પાડવામાં આવેલ હતા