પાદરા તાલુકા ના ટીબીપુરા પ્રા શાળા નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું,
પાદરા તાલુકા ના ટીંબીપુરા પ્રાથમિક શાળા નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂ. 1કરોડ 10 લાખ ના ખર્ચે નવનિર્મિત શાળા ના લોકાપર્ણ કાર્યક્રમ માં પાદરા
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા વડુ જીલ્લા પંચાયત ના સદસ્ય અર્જુનસિંહ પઢીયાર તથા મહાનુભવો તેમજ શિક્ષણ વિભાગ અધિકારી અને શિક્ષણ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સરપંચ સુરેશ સિંહ , ભાજપ તાલુકા પ્રમુખ સંજય સિહ વગેરેભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આવેલ મહાનુભવો એ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી, આવેલ મહાનુભવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું, અને મહાનુભવો ના હસ્તે લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો, પ્રાસંગિક પ્રવચન કર્યું હતું પાદરા તાલુકા માં છેલ્લા 1 વર્ષ માં 14 શાળાઓ માં થી નવનિર્મિત 13 શાળાઓ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આવનાર દિવસો ના હજુ વધુ 13 શાળા ને પણ નવીન બનાવવામાં આવશે,
જે વિધાર્થી ના માતા પિતા હયાત ન હોય તેવા બાળક ને રાજ્ય સરકાર ની પાલક માતા પિતા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દર માસે સહાય ચૂકવવા ની યોજના છે જે અંતર્ગત ટીંબીપુરા પ્રા શાળા ના એક બાળક ને આ યોજના ના લાભ હેઠળ એક બાળક ને પાલક માતા પિતા નો હુકમ પણ આપવામાં આવ્યો હતો