પાદરામાં ડબલ મર્ડરની ઘટનામાં આરોપીને સાથે રાખીને પોલીસે કરયુ રી કન્સ્ટ્રક્શન
પાદરામાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે હવે આરોપીએ કયા પ્રકારે ડબલ મડર ની ઘટનાને અંજામ આપ્યો હતો તે બાબતે આરોપી અરવિદ ચૌહાણને સાથે રાખી પોલીસે રી કન્ટ્રક્શન કર્યું હતું પાદરા ના ગણપતપુરા કેનલ પાસે બનાવ સ્થળ પર આરોપીને પોલીસે સાથે રાખી રી કન્ટ્રક્શન કરાયું હતું જેમા પાદરાના પીઆઈ એલ બી તડવી પી.એસ.આઇ ડામોર સહિત પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો આરોપીએ દંપતિની હત્યા કરવા માટે વાપરેલા પેવર બ્લોક અને ધારિયા જેવા હથિયારો નો ઉપયોગ કેવી રીતના કર્યો હતો તેનું પણ રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પંચો ને સાથે રાખી આરોપી પાસેથી સચોટ ઘટનાની માહિતી મેળવી પંચનામાની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી રી કન્ટ્રક્શનમાં આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપતા પહેલા મૃતક ના ઘરની બહાર એક કલાક સુધી બેસી પ્લાન તૈયાર કર્યો હતો સ્થળની આજુબાજુ આરોપી કઈ કઈ જગ્યા ઉપર ગયો હતો તે બાબતે પણ પોલીસે માહિતી મેળવી હતી મર્ડર ની ઘટનાને અંજામ આપ્યા બાદ પણ આરોપી એક કલાક સુધી મૃતક ના ઘરની બહાર બેસી રહ્યો હતો ત્યારબાદ આરોપીએ બંનેની લાશને કેવી રીતે કેનાલમાં ફેંકી હતી તે બાબતે પણ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પોલીસે તેને ઊંડાણપૂર્વક તપાસ કરી હતી