ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં એલસીબી પોલીસ નો સપાટો કુખ્યાત બુટલેગર આશિષ મકવાણા નો દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડયો
પાદરામાં બેફામ ખુલ્લેઆમ ગાંધીના ગુજરાત પાદરા માં દારૂનું બેફામ વેચાણ કરતા આશિષ નામનો બુટ લેગર દારૂ ના મોટો જથ્થા સાથે આખરે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે પાદરામાં છેલ્લા ઘણા સમયથી વાતો વહેતી થઈ હતી કે પાદરામાં સામડકુવા વિસ્તાર પાસે એક કેબિનની પાછળ આશિષ નામનો બુટલેગર વ્યક્તિ ખુલ્લેઆમ ભારતીય બનાવટ ની દારૂની બોટલ વેચે છે જો કે તે બાબતે આજે એલસીબી પોલીસે સપાટો બોલાવ્યો છે અને આશિષ મકવાના નામના બુટલેગરના દારૂના મુદ્દા માલ ને ખુલ્લેઆમ ઝડપી પાડ્યો છે એલસીબી પોલીસ આજે પ્રેસનોટ જાહેર કરી છે કે આશિષ કાળીદાસ મકવાણા છેલ્લા ઘણા સમયથી પાદરાના સામડકુવા વિસ્તાર પાસે બહારથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ લાવીને અહીંયા વેચે છે જે બાબતેની બાતમી વડોદરા જિલ્લા એલસીબીને મળતા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ બાબતે વોચ ગોઠવવામાં આવી હતી જ્યારે ગણપતિ દાદા નો વિસર્જન હોવાના કારણે આશિષ મકવાણાએ મોટો જથ્થો દારૂને લાવી અને વેચાણ કરવાનું આયોજન કર્યું હોય જે બાબતે જિલ્લા એલસીબી પોલીસે આ બાબતે વોચ ગોઠવતા એલસીબી પોલીસને સફળતા મળી છે અને મોટો જથ્થો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડયો છે આશિષ મકવાણાને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે છેલ્લા ઘણા સમયથી આશિષ મકવાણા પાદરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હોવાનું પણ બહાર આવતા ભારે ચકચાર મચી છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કયા પ્રકારની આ કુખ્યાત બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવે છે તે પણ ચર્ચાનો વિસય જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ બાબતે આશિષ મકવાણા વિરુધ અનેક ગુનાઓ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ત્યારે પોલીસ આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું