પાદરા ના રણુ ગામે અખંડ ભારત ના શિલ્પી એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું
લોંખડી પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું પાદરા તાલુકા ના રણુ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું
કરોડો ભારતીયોનાં પ્રેરણાસ્ત્રોત અને હૈયે વસેલા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને સમસ્ત રણુ ગ્રામજનો ના સહયોગ થી કરવામાં આવ્યું હતું ત્યારે માં તુલજભાવની ના ધામ માં એક અનેરૂ મહત્વ સાથે સરદાર પટેલ ની પ્રતિમા ને ગામ ના અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો એ ઉત્સાહભેર શોભયાત્રા દ્વારા માતા વાળી ભાગોળ માં સરદાર પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામા ગામના અગ્રગણ્ય ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા