પાદરા ગોપાલ ચાવડા
પાદરા પંથકમાં આસો નવરાત્રી નો ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક થયેલો પ્રારંભ ,પાદરા શહેર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં માઇ મંદિરોમાં માતાજીના મંદિરોમાં સુંદર શણગાર સહિત મંદિરોના રંગ રોગાન સાથે તળામાર તૈયારીઓ બાદ આજે પ્રથમ નવરાત્રી એ ઘટ સ્થાપન કરી માય મંદિરમાં માતાજીના ભવ્ય શૃંગાર નાં દર્શન માટે દર્શનાર્થિઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
જેમાં જેમાં પાદરા ગાયત્રી શક્તિપીઠ ના પૂજારી હરિકિસન મહારાજે માતાજીના સુંદર શણગાર કર્યાં હતાં નુતન પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય મંદિરના પ્રથમ નવરાત્રી નો પ્રારંભ થયો હતો જેમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા તે જ પ્રકારે પાદરા અંબાજી મંદિર માં પણ આજે નવરાત્રીનો પ્રારંભ થયો હતો અને મંદિરના સંચાલક હેમેન્દ્ર ભાઈ જોષી દ્વારા મંદિરને સુંદર રંગ કરાવ્યા બાદ માતાજીના નવરાત્રીનો આજે પ્રારંભ તથા મંદિરે સુંદર આકર્ષણ જમાવ્યું હતું તે જ પ્રકારે લીલાગરી માતાના મંદિરે આજે માતાજીને લાલજીભાઈ ભુવાજી દ્વારા સુંદર શૃંગાર કરી સાડીઓનું પરિધાન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજીના દર્શન અલૌકિક જોવા મળ્યા હતા એ જ પ્રકારે વાઘેશ્વરી મંદિરમાં પણ પૂજારી મુકેશભાઈ તથા રાજુભાઈ દ્વારા માતાજીના સુંદર શણગાર કરવામાં આવ્યા હતા મંદિરનાં દરવા જાઓને ટ્રસ્ટી મંડળ દ્વારા ચાંદીથી મઢવામાં આવ્યાં હતા અને મંદિરમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું જે માઈ ભક્તોને આનંદ પમાડે તેવું હતું આ પ્રકારે પાદરાના તમામ મંદિરોમાં આજે સુંદર શણગાર કારણે સુશોભનને કારણે આજે પ્રથમ નવરાત્રી એ ભક્તોમાં અનેરો આનંદ છવાયો હતો પાદરાના પ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરે આજે ઘટસ્થાપન થયું હતું શુભ મુહૂર્તમાં મહંત શ્રી કવિન્દ્ર ગીરી મહારાજે પણ માતાજીને આજે સુંદર શણગાર અને આરતીથી નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો વહેલી સવારથી જ રવિવાર હોવાને કારણે હજારો માઇ ભક્તો પાદરા વડોદરા તેમજ જિલ્લામાંથી ઉમટી પડ્યા હતા આગામી આઠમના દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દશેરા દિવસે યજ્ઞ નું આયોજન થશે અને સાંજે ચુંદડી હોમવામાં આવશે આમ આસો શારદીય નવરાત્રિ એ માઈ ભક્તોનું માતાજીને પ્રસન્ન કરવાનો મનોકામના પ્રાપ્ત કરવાનું આ અવસર શુભ હોય તમામ ભક્તો આજે મંદિરમાં દર્શન પૂજન અને મનોકામના પ્રાપ્ત કરવા માટે ઉમટી પડ્યા હતા