Breaking News

બેંક ફાયનાન્સના નકલી એજન્ટ બની મોટરસાયકલ પડાવી લેતી ટોળકી ઝડપાઇ _________ સાવધાન હવે બૅન્ક ફાઇનાન્સ ના નક્લી એજન્ટો તમારા વાહન ના લઈ જાય નહિતો રડવાનો વારો આવશે _________ જીલ્લા એલસીબી પોલીસે ગેંગ ઝડપી પાડી આરોપીઓને જેલ ભેગા કર્યા

ગોપાલ ચાવડા પાદરા

બેંક ફાયનાન્સના નકલી એજન્ટ બની મોટરસાયકલ પડાવી લેતી ટોળકી ઝડપાઇ
_________
સાવધાન હવે બૅન્ક ફાઇનાન્સ ના નક્લી એજન્ટો તમારા વાહન ના લઈ જાય નહિતો રડવાનો વારો આવશે
_________
જીલ્લા એલસીબી પોલીસે ગેંગ ઝડપી પાડી આરોપીઓને જેલ ભેગા કર્યા

__________

વડોદરા જીલ્લા એલ.સી.બી. સ્ટાફના હે.કો મુકેશભાઇ તથા પો.કો અશોકભાઇ નાઓ પાદરા નજીક સાંગમા કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન વખતે બે ઇસમો (૧) ફૈઝાન જહાંગીરખાન પઠાણ ઉ.વ-૨૧ રહે-યાકુતપુરા એમ.બી કોમ્પલેક્ષ-૨ પટેલ ફળીયા નં-૨ વડોદરા શહેર તથા (૨) આદીલ શેરમહંમદ પઠાણ ઉ.વ-૨૪ રહે-યાકુતપુરા એમ.બી કોમ્પલેક્ષ-૨ પટેલ ફળીયા નં-૨ વડોદરા શહેર ને એક શંકાસદ સ્પલેન્ડર મો.સા નં-GJ-06 QK-2117 સાથે પકડી પાડી તેઓની પુછપરછ કરતા પકડાયેલ ઇસમોએ આ મોટરસાયકલ ત્રણ દિવસ પહેલા વડોદરા મનીષા ચોકડી પાસેથી ફરીયાદી વિષ્ણુભાઇ નાનજીભાઇ પરમાર રહે-ગોકુળ વાટીકા ડભોઇ વાધોડીયા રીંગ રોડ વડોદરા પાસેથી આ મોટરસાયકલનો હપ્તો બાઉન્સ થયેલ છે તેમ કહી ફૈઝાન તથા અલ્લી શેખ રહે-યાકુતપુરા ભોઇવાડા વડોદરા બેંક ફાયનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટરસાયકલ પડાવી લીધેલ જે અંગે વડોદરા શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ થઈ હતી આ આરોપીઓ પાદરા તરફ આવતી વખતે જિલ્લા એલસીબી ના રડારમાં આવી જતા ઝડપાઈ ગયા હતા પોલીસે કાગજી કાયૅવાહી કરી જેલ ભેગા કર્યા હતા

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *