પાદરા ગોપાલ ચાવડા
પાદરા તાલુકાના ડબકા ગામે બે જેટલી દીકરીઓ દિવ્યાંગ હોવાના કારણે તેઓને પોતાનું આધારકાર્ડ નહોતું નીકળતું ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ના પ્રયત્નોને કારણે આધારકાર્ડ નીકળતા રૂબરૂ જઇને આપતા પરીવાર જનો આભારવશ થયાં
પાદરા તાલુકાના ડબકા ગામે રહેતા પરિવારની બે દીકરીઓ દિવ્યાંગ હતી તેના કારણે છેલ્લા દસ વર્ષથી આ દીકરીઓને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા હતા ત્યારે આધાર કાર્ડ ન હોવાના કારણે આ બંને દીકરીઓને કોઈપણ પ્રકારના સરકારી લાભ નહોતા મળતા ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય તેસિંહ ઝાલા ને સમગ્ર ઘટનાની જાણ થતાં ત્યારબાદ ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા તેઓની ટીમ દ્વારા ડબકા ગામે બંને દીકરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય દ્વારા બંને દીકરીઓના જરૂરી આધાર પુરાવા એકત્ર કરી જે તે વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે આધારકાર્ડ વિભાગ દ્વારા આ બંને દીકરીઓના આધાર કાર્ડ કઢાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે છેલ્લા 10 વર્ષથી બંને દિવ્યાંગ દીકરીઓના આધાર કાર્ડ નહોતા નીકળ્યા પરંતુ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સમગ્ર ઘટનામાં રસ દાખવી અને આધાર કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા બંને દીકરીઓને કાર્ડ ડબકા ગામે દીકરીઓના ઘરે સુપ્રત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો આધાર કાર્ડ મળતા દીકરીઓના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે પરિવારજનો દ્વારા હરખ ના આંસુ જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક પૂર્વ સરપંચ તેમજ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાથે પરિવારજનો દ્વારા ધારાસભ્ય નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો