ગોપાલ ચાવડા પાદરા
પાદરાના અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સની ઉજવણી અંબાજી પરિવાર દ્વારા કરવામાં આવી ,ધારાસભ્યના હસ્તે વોટર ફાઉન્ટન્ટ નું ઉદઘાટન કરાયું
નવરાત્રી પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ શક્તિ પીઠો પર ગટ સ્થાપન કરવામાં આવ્યું છે માં શક્તિની આરાધના નો પર્વ આસો નવરાત્રી નિમિતેમાં જગદંબા સાથે તમામ માં શક્તિ જ્યારે અખિલ બ્રહ્માંડની જ્યારે નવરાત્રી દરમિયાન હોઈ છે ત્યાર પાદરાના માં શક્તિ મંદિરો માં પણ આ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પાદરાના પૌરાણિક અંબાજી મંદિર ખાતે પણ આ અંબાના ધામમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સામી સાંજે ભક્તિ ભેર મહા આરતી યોજવામ આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આરતી યોજાઈ હતી જેમાં યોજાયેલ કાર્યક્રમમાં પાદરા નગર પાલિકાના સદસ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બ્રિજેશ પટેલ , જય ગાંધી , જયમીન ભટ, દિલીપ વાળંદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહા આરતી બાદ વોટર ફોલ ગાર્ડન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતનયસિંહ ઝાલા ના હસ્તે ઉધઘટન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અંબાજી પરિવારના તમામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા