કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો
હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે.
રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા
બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ હવે કેરળ દ્વારા મૃતકોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 64 કેસનો ઘટાડો થયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 294 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 404 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
રાજ્યમાં કુલ 11,000 લોકોના મોત
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં કુલ 11,000 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2018 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,000 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,55,225 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા2018 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કુલ 12,16,40,272 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈરહી છે.
3,60,775 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.96 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,60,775 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.