ગોપાલ ચાવડા પાદરા
પાદરા માં નવરાત્રી નો પ્રારંભ , ઠેર ઠેર શેરી ગરબા નો પ્રારંભ
________
શેરી ગરબાની હોડ લાગી છે ઠેર ઠેર મોડા સુઘી ગરબાની રમઝટ
_
આપડી દીકરી આપડી શેરીમાં સૂત્ર લોકોએ અપનાવ્યું
__________
પાદરાના બે મુખ્ય પાર્ટી પ્લોટ , માં શકિત ગરબા
(ધારાસભ્ય ગ્રુપ)
——
અને પીપી શ્રોફ હાઈસ્કૂલ નાં ગરબા ગ્રુપ
મા ફકત બેજ મોટા ગરબા, બાકી તમામ શેરી ગરબા નુ આયોજન
_________
શેરી, બળીયાદેવ યુવક મંડળ, કોઠી ફળિયા ગરબા મંડળ,, પધરાઈ ગરબા મંડળ, જ્યારે પાદરા પોલિશ સ્ટેશન માં ઘણા વર્ષ બાદ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલિશ પરિવારના જનો તથા આસપાસ નાં ફળિયાના બહેનો માતાજીનાં ગરબા ગાવા આવેછે,
રામ શેરી મા પ્રતિ વર્ષે ની માફક જોરદાર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શંકર પાર્ક સોસાયટીમાં પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શેરી ગરબાનું ચાલુ વર્ષે પાદરામાં જાણે હોડ લાગી છે શેરી ગરબાની આપની દિકરી આપની શેરીમાં આ આસૂત્ર લોકોએ અપનાવ્યુંછે શ્રી રામ ,શ્રી માતર ,જલારામ ડુપ્લેક્સ, પરસોત્તમ પાર્ક, ( MRJP )શેરી ગરબા મહોત્સવ માં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા પાદરા શેરી ગરબા માં નોકરા નું સ્થાન ધરાવતા એમ આર જે પી ગરબા મહોત્સવમાં પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં શેરી મહોત્સવના આયોજકો દ્વારા મોહનદાસજી મહારાજનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું હતું અને નવરાત્રી ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં બાળકો નાની બાળકીઓ સહિત વડીલો યુવાનો મોટી સંખ્યામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા