વડોદરા જિલ્લા કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરા ના પીપીશ્રોફ હાઈસ્કૂલ મેદાન કરવામાં આવી વડોદરા જિલ્લા કલેકટર બીજલ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
ધ્વજ વંદન કરી કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું સાથે
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમ માં જિલ્લા કલેકટર બીજલ શાહ જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડે કલેકટર વિજય ભાઈ પટેલ પાદરા નગર પાલિકા પ્રમુખ મનીસા બેન પટેલ પાદરા નગર પાલિકા ના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયારાસ, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી – કર્મચારીગણ ને સારી કામગીરી બદલ કલેકટર ધારાસભ્ય અને મહાનુભાવો ના હસ્તે વિવિઘ વિભાગના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગિરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં પોતાનું આગવું ઓળખ ધરાવતી અદિતિ સાયન્સ સ્કૂલ, ઝેનસ્કૂલ , પીપી શ્રોફ હાઇસ્કુલ સહિત, અન્ય સ્કૂલ ના બાળકો,વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષણ જનક ભક્તિ ગીત રામાયણ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા કાર્યક્રમના અંતે સ્કૂલ મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમા મોટી સંખ્યામા નગર જનો ઉપસ્થીત રહ્યા હતા