પાદરા તાલુકાના માસર, કંઝટ પાસે આવેલી સ્ટર્લિંગ બાયોટેક કંપનીનો સફાઈ કામદાર છગનભાઈ ધનાભાઇ વણકર, અભોર નુ કંપનીમાં મોત થયાનું પરિવાર દ્વારા આક્ષેપ
કયા કારણોસર મોત થયુ તે પોસ્ટ મોર્ડમ થાય પછી ખબર પડે
મૃતક પરિવાર ન્યાય ની માંગ સાથે
ગેટ ઉપર બેસી ગયો છે
જ્યાં સુઘી ન્યાય નહિ મળે ત્યાં સુઘી અગ્નિ સંસ્કાર નહી કરીએ તેવી માંગ સાથે ગેટ બહાર બેસી ને ન્યાય ની ગુહાર
સ્ટર્લીંગ બાયોટેક કંપનીનું પોલ્યુશન હિયરિંગ એક બાજુ ચાલતું હતુ બીજી બાજૂ કંપની નો મૃતક કામદાર પરિવાર ,ગેટ ઉપર સ્મશાન વિધિ બાકી રાખી ન્યાય માટે બેઠું છે
કંપનીના હિયરીંગ માં આવેલ ઉચ્ચાધિકારીઓ હાજર છતાં મૃતક પરિવારને માનવતા ની રીતે મળવાની શુદ્ધા દરકાર નહી કરતાં પરિવાર ગુસ્સામાં
પરિવાર દ્વારા રાત્રે પોતાના સ્વજન છગન ભાઈનુ મોત થયુ હોવાના આક્ષેપ કર્યા છે જે કંપનીના થયુ છે કે બહાર થયુ છે જે કંપની સાચું કહેતી નથી તેવા આક્ષેપ કરી રહ્યા છે
આમ પાદરા તાલુકાની કેટલીક કંપનીઓમા કામદારો ના અલગ અલગ કારણોસર મોત થઈ રહયા છે
અને ન્યાય માટે પરિવારો યે આંદોલન કરવુ પડે છેજેમાં છેલ્લે મીડિયા આવતા કંપનીએ પરીવારને યોગ્ય વળતરની માંગ સ્વીકારવી પડી હતી
અને પરીવારને છેલ્લે વળતર ની માંગ પૂરી થતા વડુ હોસ્પિટલમાં લાશ નુ પીએમ હાથ ધરી અગ્નિ સંસ્કાર ની પરિવારે તૈયારી કરી