પાદરા ગોપાલ ચાવડા
અયોધ્યા ખાતે રામલલા ના દર્શન માટે 20 રામ ભક્ત વિશ્વ હિન્દુ પરિષદ ના પદાધિકારીઓ ને પ્રસ્થાન કરતા તે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા ભક્તો નુ સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી…
અયોધ્યા ધામ માં ભવ્ય શ્રી રામ મંદિર ના નિર્માણ બાદ દેશભર માં થી કરોડો રામ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે
ત્યારે ગુજરાત ના અલગ અલગ શહેરો માં થી ભગવાન શ્રી રામ ના ભવ્ય મંદિર અને દર્શન માટે અયોધ્યા જવા માટે સ્પેશ્યલ આસ્થા ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રવિવાર ના રોજ દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર ક્ષેત્રો ના પદાધિકારીઓ 1500 નીસંખ્યા ની ટ્રેન રવિવાર સાંજે સુરત થી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે જેમાં વડોદરા જિલ્લા 40 વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રસ્થાન કરશે તથા સંઘ પરિવાર ના અન્ય જીલ્લાના કાર્યકર્તાઓ પદાધિકારીઓ જેમાં પાદરા શહેર અને તાલુકા ના 20 કારસેવકો અને પદાધિકારીઓ રામલલા દર્શન માટે રવાના થયા હતા જે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા તમામ રામ ભક્તો નું સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમ જાસપુર હનુમોતીય મંદિર ના મહંત શ્રી રાધારમણદાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિર ના હરિકિશનભાઈ તથા જીજ્ઞેશ ચોકસી તથા વિહિપ ના ગોપલભાઈ ચાવડા સહિત કાર્યકરો એ રામભક્તો ને સન્માન કર્યું હતું વિદાય આપી હતી આ તમામ ભક્તો રવિવારે સુરત થી ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે પહોંચશે..