Breaking News

પાદરા શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 31 મો સમૂહ લગ્નસત્વ યોજવામા આવ્યો … પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા મંગળવાર નાં રોજ પાદરા ના મહાપ્રભુજી હોલ ખાતે 31 મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવ માં 12 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.મંગળવારે સવારે 12 કન્યા પક્ષ અને વરરાજા પક્ષ ના પરીવારજનો વિધિવત વાજતે ગાજતે હાજર રહયા હતાં

પાદરા શ્રી કાછીયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 31 મો સમૂહ લગ્નસત્વ યોજવામા આવ્યો …

પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્રારા મંગળવાર નાં રોજ પાદરા ના મહાપ્રભુજી હોલ ખાતે 31 મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવ માં 12 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.મંગળવારે સવારે 12 કન્યા પક્ષ અને વરરાજા પક્ષ ના પરીવારજનો વિધિવત વાજતે ગાજતે હાજર રહયા હતાં અને ધામધૂમથી વરરાજા પરણવા ચોરીમાં બિરાજતા

બ્રાહ્મણોએ મંત્રોચાર સાથે લગ્ન સંપન્ન કરાવ્યા હતાં તે પહેલાં કાછિયા પટેલ પ્રગતિ મંડળનાં પ્રમુખ ગાંધી દિનેશભાઈ ચંદુભાઈ, શ્રી કાછીયા પટેલ કેળવણી મંડળ ના પ્રમુખ સચિન ગાંઘી, સંતરામ મંદિરના મહંતશ્રી પૂ મોહનદાસ મહારાજ, બંને મંડળ ના હોદ્દેદારો, APMC અને નગર નાગરિક બેન્ક ના ડિરેક્ટરો, રાજકીય અને સામાજીક આગેવાનો આમંત્રિત મહેમાનો, દાતાઓ હાજર રહયા હતા, પાદરા પોલીસ મથકના પી.આઈ વી એ ચારણ, સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લગ્ન વિધિ બાદ શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ સાથે સાથે 32 મા સમૂહ લગ્નોત્સવ આગામી 10 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે જેની પણ જાહેરાત કરવામાં આવી હતી.
બંને મંડળો દ્વારા વર્ષ દરમિયાન અનેકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ ને ઉપવાસ માટે ફરાળી કીટ નુ પણ વિતરણ કરવામાં આવે સાથે વિવિધ તહેવારો ની પણ ભવ્ય ઉજવણી કરવામા આવે છે

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *