પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલી રસિયાનો કાર્યક્રમ પાદરાના બેઠક મંદિર ખાતે યોજાયો હતો વિગતો અનુસાર વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા હોળીના 40 દિવસ અગાઉ ભગવાન ઠાકોરજી ને હોલી ખેલાવવામાં આવે છે જે કાર્યક્રમ દરવર્ષે વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ તે જ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ તથા યુવા આચાર્ય શરણમ કુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા
હતા સાથે વૈષ્ણવ યુવા સંગઠનના તમામ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રભુજી હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંગીત સંખ્યામાં 300 કિલો ગુલાબની પાંખડીઓથી વૈષ્ણવ યુવા સંગઠનના પરિવારો હોલી ખેલ્યા હતા આ પ્રસંગે વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકર્તાઓ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોલી રશિયાનું ભજન રસપાન કરાવનાર મિતેશભાઇ ગાંધર્વ ની ટીમે સંગીતના સુરે સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો