વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર આયુષ્યમાન કાર્ડ નું થયેલું લોન્ચિંગ
______&________
પાદરામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ ની નોંધણી અને વિતરણ શરુ કરાયું , મોટી સંખ્યા માં ગ્રામીણ મહિલાઓ અને પુરુષો હાજર રહયા
________________
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા યે વર્ચ્યુઅલ ગુજરાતના લોકોને સંબોધ્યા હતા અને ગુજરાતમાં દરેક તાલુકા સેન્ટર ઉપર આયુષ્યમાન કાર્ડ ની નોંધણી અને વિતરણ કરવામા આવ્યું હતુ
ગુજરાત સરકારે સોમવારે ગુજરાતના 50 લાખ થી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વાર પરિવારોને બીમારીના મોટા ખર્ચાઓ માંથી બચાવવા 5 લાખ રૂપિયા સુધીની ગેરંટી વીમા યોજનાં શરુ કરેલ છે જેમા અનેક પરિવારો હવે મોટી બીમારીના ખર્ચ માંથી અટકી જશે જેમા ગુજરાત નાં દરેક તાલુકા કેન્દ્રો સૂધી લાઈવ કાર્યક્રમ દ્વાર આ યોજનાં ને લઇને સંબોધન કર્યુ હતુ અને લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતો કરી હતી અને લોકો નાં પ્રતિભાવો જાણ્યા હતા
પાદરામાં પીપી શ્રોફ હાઇસ્કૂલ ખાતે વિશાળ સમિયાનો બાંધી,led મૂકીને કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું હતુ
જેમ 2000 હજાર ની આસપાસ નોંધણી કરવામા આવી હતી જ્યારે અગાઉ નોંધાયેલ ૨૦૦ નાગરિકોને કાર્ડ નું વિતરણ કરવામા આવ્યું હતુ
આ પ્રસંગે પાદરા મામલતદાર , વિજય આટિયા, આરોગ્ય અધિકારી, વિમલ સિહ,તાલુકા પંચાયત પ્રમુખ શૈલેન્દ્ર વાધેલા પાદરા નગર પાલિકા પ્રમુખ, મયુરદવજ સિંહ ઝાલા,ભાજપ પાદરા શહેર પ્રમુખ કૌશિક પટેલ વગેરે રાજકિય આગેવાનો હાજર રહયા હતા કાર્યક્રમ બાદ ૨૦૦ થી વધુ નોંધાયેલ લોકોને કાર્ડ વિતરણ કરવામા આવ્યું હતુ