વર્તમાન ના વર્ધમાન એક મહાન, દેશભક્ત અને હિન્દુરાષ્ટ્ર સંવેદનાના પ્રખર વક્તા એવા સંત શિરોમણી *આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજ* ની સમતાપૂર્વક સંલેખના સમાધી પર *વિનયાંજલી સભા* યોજવામા આવી હતી..
.
આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજે
ગત્ તારીખ 18 મી ફેબ્રુઆરી ના રોજ છત્તીસગઢના ચંદ્રગીરી તીર્થ ના ડુંગરગઢ ખાતે સમાધી લીધી હતી, આચાર્ય શ્રી એ પોતાના જીવન કાળ દરમિયાન 1000 થી વધુ વિવિદ્ય દીક્ષા આપેલ હતી, શિક્ષણ ક્ષેત્રે ખાસ દીકરીઓ માટે આઈએસ આઇપીએસ ની તૈયારી માટે ની ખાસ પ્રતિભા સ્થલી નામની સંસ્થા બનાવી છે તેમજ સ્વરોજગાર માટે હાથ વણાટ ના રોજગાર માટે પ્રયત્નો કર્યા છે, તથા સાહિત્ય ક્ષેત્રે *હાઈકુ ( ટૂંકા સૂત્રો) * , *મુક માટી કાવ્યો* વિવિઘ ગ્રંથો ની રચના કરવામાં આવી છે, એવા વર્તમાન ના વર્ધમાન સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ ની રવીવાર ના રોજ વૈશ્વિક વિનાયાંજલી સભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ , જેમાં પાદરા ખાતે
બાલ બ્રહ્મચારી સુલિકા 105 ચંદ્રમતી માતાજી ના મંગલ સાનિધ્યમા પાદરા ના ચોક્સી બજાર સ્થિત શ્રેયાંશનાથ દિગંબર જૈન મંદિર ખાતે શ્રી સકલ દિગંબર જૈન સમાજ દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં દિગંબર જૈન સમાજ ના બાંધવો, સહિત વિવિદ્ય હિન્દુ સંગઠનો જોડાયા હતા, સમાજ ના બાંધવો દ્વારા આચાર્ય શ્રી સાથે ના સંસ્મરણો રૂપી શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ ને વિનાયાંજલી અર્પણ કરવામાં આવી હતી
બાઈટ.