પાદરા એસ. ટી. ડેપો ની સામે આવેલ જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ. સાથે પાદરા નગર ના જલારામ બાપા ના મંદિરો તથા ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં ભવ્ય કાર્યક્ર્મ ઉજવાયા
દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ.. સેવાના સમર્પિત એવા વીરપુર વાળા જલારામ બાપાની જન્મ જયંતી દેશભરમાં હર્ષોલ્લાસ અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે
પાદરા ના એસ. ટી ડેપો ની સામે આવેલ જલારામ બાપા ના મંદિર ખાતે જલારામ જયંતિ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે પ્રભાત ફેરી સહિત મંદિર ખાતે બપોરે જલારામ બાપા ની પાદુકા નું પૂજન અને અભિષેક સહિત બાપા નું પૂજન, ધૂન-કીર્તન સહિત કાર્યકમો યોજાયા હતા. સાથે સંધ્યા એ અગ્રણીઓ ના હસ્તે મહાઆરતી યોજાઇ હતી કાર્યક્રમ માં પાદરા ના વેપારી મંડળ ના અગ્રણીઓ તેમજ પૂર્વ પાલિકા ના પ્રમુખ સહિત ખત્રી મહારાજ મંદિર ના ટ્રસ્ટીઓ સહિત જલાબાપા ના ભકતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દર વર્ષ ની જેમ જલારામ બાપા ની જન્મજયંતિ નિમિતે ભવ્ય પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભકતો એ મોટી સંખ્યામાં ભંડારા પ્રસાદીનો લાભ લીધો હતો. એજ પ્રકારે પાદરા નગરમાં લકુલેશ સોસાયટી
કંટીયારા તળાવ પાસે આવેલ જલારામ મંદિર, જૂના કોઠા મહાદેવ, જલારામ મંદિર, ઘાયજ ખાતે, ગવાસદ ખાતે આવેલ જલારામ મંદિર ભવ્ય કાર્યક્ર્મ યોજાયો હતો
આમ જલારામ જયંતી પાદરા નગર તેમજ તાલુકામાં શ્રધ્ધા ભક્તિ સાથે ઉજવાઈ હતી