પાદરા ગોપાલ ચાવડા
______
પાદરામાં નવરાત્રી નો ગરબાનો પર્વ બરાબર જામ્યો છે, ઠેર ઠેર મોડા સુઘી ગરબાના રસિયાઓ ગરબે ઘૂમે છે
_________
કરછ કડવા પાટીદાર સમાજ ૪૫ વર્ષ થી પોતાની પરંપરાગત સૈલી માં ગરબાનું વિશિષ્ટ આયોજન
______________
રોજ વિવિઘ વેશભૂષા સાથે ગરબામાં વિશેષ સંદેશ આપે છે, નવી પેઢીનાં યુવાનોમાં કઈક નવું કરવાનો થનગનાટ
________________
પાદરામાં નવરાત્રી બરાબર જામી છે તમામ વિસ્તારોમા , નાના મોટા અબાલ, સહુ માતાજીનાં ગરબામાં તરબોળ થઈ રહ્યા છે ત્યારે સ્ટેશન રોડ ઉપર આવેલા કરછ કડવા પટેલ સમાજની વાડીમાં પ્રતિ વર્ષે ની માફક ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના સહુ વડીલો યુવાનો ભાઈઓ બહેન બાળકો વિવિઘ વેશ ભૂષા સાથે ગરબે ઘૂમે છે આ સમાજના પાદરા શહેર અને તાલુકામાં રહેતાં પરિવારો ગરબાના પ્રસંગે રોજ હાજર રહેછે અને પરિવારની ભાવનાથી કાર્યક્રમ માણે છે અને બીજે ક્યાંય જતાં નથી આ પરંપરા ૪૫ વર્ષ થી ચાલી રહી છે જે નગરમાં વિશેષ છાપ ઊભી કરી છે હાલની યુવા પેઢી દેશ અને સમાજ માટે કઈક કરી છૂટવા મથી રહી છેચાલુવર્શે વિવિઘ વેશ ભુષા સાથે નવદુર્ગાની વેશ ભૂષાં ખુબજ આકર્ષક હતી આ નવ દિવસ તમામ પરિવારના વડીલો ભાઈઓ , બહેનો પૂર્ણ સમય બેસીને કાર્યક્રમને માણે છે અને યુવાનોનો પ્રોત્સાહિત કરે છે