ગોપાલ ચાવડા પાદરા
સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો
શ્રી કે ડી લખાની, (IAS) ડાયરેક્ટર એમ્પ્લોયમેંટ એન્ડ ટ્રેનીંગ, ડાયરેક્ટર લેબર, ગાંધીનગર તથા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વડોદરા તરફ થી શ્રી પ્રકાશ રમન મેનેજિંગ ડાયરેક્ટર, અને શ્રી રાજેશ વૈદ્ય સી. એચ. આર. ઓ રાજેશ વૈદ્ય તરસાલી આઇટી આઇ ના પ્રિન્સીપાલ તથા હેડ સસ્ટેનિબ્લિટી અધિકારીઓ ની હાજરીમાં સર્ટિફિકેટ વિતરણ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વડોદરા ની સયાજીગંજ ની પ્રસિદ્ધ હોટલમાં યોજાયો હતો
આ કાર્યક્રમમા તરસાલી , દશરથ આઈ ટી આઈ ના પસંદ કરેલ 400થી વઘુ વિદ્યાર્થીઓએ ચાર મહિનાની તાલીમ લીધી હતી જેમાં શુક્રવારના રોજ બપોરે 12 કલાકે વડોદરાની હોટલ માં સર્ટિફિકેટ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ગુજરાત સરકારના કે ડી લખાની, (IAS) ડાયરેક્ટર એમ્પ્લોયમેંટ એન્ડ ટ્રેનીંગ, ડાયરેક્ટર લેબર, ગાંધીનગર વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું હંમેશા આ ગુજરાત સરકારનો વિભાગ યુવાનોના સ્કીલ ડેવલોપ માટે હંમેશા આગળ રહેશે
જયારે સિલોક્ષ ઇન્ડિયાના એમડી પ્રકાશ રમણ પોતાના જીવનની સંઘર્ષ ની કથા કહીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા
જયારે સિલોક્સ ઈન્ડિયન એચઆરઓ હેડ રાજેશ વૈદ્ય દ્વારા કંપનીનો પરિચય અને આ આયોજનની માહિતી આપી હતી તરસાલી આઈ ટી આઈ ના વડા ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ભાઈ ઉમંગ માં હતા