ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ગુજરાત સરકાર યોગ બોર્ડ દ્વારા યોગ , કાર્યક્રમ યોજાયો જેમા ગુજરાત યોગ બોર્ડ ના ચેરમેન શિષપાલજી,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પાલિકાના પ્રમુખ, ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારૂ,યોગ શિક્ષકો, કોડીનેટરો, સહીત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ હાજર રહ્યા હતા
પાદરામાં શુક્રવારે ગુજરાત સરકાર ના યોગ બોર્ડ દ્વારા યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય અને યોગ કરે નીરોગ એ સૂત્રને સાર્થક કરવા
15દિવસ થી પાદરા શહેર તાલુકામાં વિવિધ પ્રચાર ના માધ્યમો દ્વારા જાહેરાત કરીને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
જેમા સવારે 6 કલાકે યોગ બોર્ડ ચેરમેન શિશપાલજી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને યોગ કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પાલિકા પ્રમુખ, ભાજપ પ્રમુખ યોગેશ અધ્યારૂ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
જેમા શિશપાલજી દ્વારા અનેક આસન, પ્રાણાયામ,, યોગ ના પ્રકારો, આરોગ્યમય જીવન માટે યોગ નું મહત્વ, વ્યક્તિ તંદુરસ્ત તો દેશ તંદુરસ્ત ના શૂત્ર ને દોહરાવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ મા સંગીત અને ગીત સાથે યોજવામાં આવ્યો હતો યોગ, પ્રાણાયામ ની ક્રિયાઓ કરતાં કરતા તેનુ મહત્વ સમજાયું હતુ,
ત્યાર બાદ ધારાસભ્ય દ્વારા યોગ ને વધુને વધુ ફેલાવો કરિને લોકો તંદુરસ્ત રહે તેવું વાતાવરણ નિર્માણ કરવુ જોઈએ તેમ જણાવ્યું હતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ઉદાહરણો જેવાકે તેવો 18થી 20કલાક હાર્ડ વર્ક કરે છે તેમનાં જ પ્રયત્નો થી યોગ વિશ્વ પ્રયોગ બન્યો છે પોતે પણ હવે રોજ યોગ કરશે અને બીજાને જોડશે. પ્રવચન અને ક્રિયા યોગ પહેલાં મહેમાનોનું સ્વાગત કરવામા આવ્યુ હતુ
યોગ પ્રેમીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી તથા પાદરા શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા