ગોપાલ ચાવડા
પાદરા જંબુસર રોડ bsnl ની ની કચેરી બહાર રોડ ઉપર ગેરકાયદેસર સ્વેટર અને ભંગાર ની ગેરકાયદેસર કામચલાઉ મોટી દુકાનો ટ્રાફિક ને અડચણ રૂપ ઉભી થઈ
આ ગેરકાયદેસર સ્વેટર ની દુકાન વાળાઓ ગ્રાહક ની સાથે મારામારી કરતા થયેલી ફરિયાદ, પાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી જ્યારે પાલિકાએ ગેરકાયદેસર દુકાનો તાત્કાલિક ખાલી કરવાના આદેશો આપ્યા
નગર પાલિકા માસિક અને રોજિંદી આવક વધારવા આડેધડ પાવતી ફાડે છે જે પ્રજાને ખૂબ નડતર રૂપ હોય છે
પરપ્રાંતીય અને સ્થાનિકોએ ગેરકાયદેસર મોટા કાપડના શેડ બનાવીને ટ્રાફિકની અડચણ ઉભુ કરી ધંધો કરતા આસપાસ ની સોસાયટીના રહીશો પણ હેરાન પરેશાન પાદરા નગર પાલિકા અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકમાંગ
જેમાં પર પ્રાંતીય દુકાન ધારકે પાદરા તાલુકાના ગામડાના ગ્રાહકે સ્વેટર નહીં બદલા ના મામલે મારામારી કરી દાદાગીરી કરતા પરપ્રાંતિત લોકો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે
નગર પાલિકા પોતાના માસિક ભાડા ઉઘરાવા માટે ઠેર ઠેર આવા અડચણ રૂપ થતા લારી ગલ્લા , પથારા, અને નડતરરૂપ સિઝનલ દુકાનો ને મનફાવે તેમ ઊભા કરવા દેછે જેના કારણે પ્રજામાં ભારે રોષ દેખાઈ રહ્યો છે
અને આવા અડચણ રૂપ દબાણો નગર માંજ્યાં હોય ત્યાં થી દૂર કરવાની માંગણી પ્રજા કરી રહી છે અને તાત્કાલિક અસર થી દુકાનો ઉઠાવી લેવાના હુકમો કર્યા છે



